બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું

બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું
બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું
વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે, સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો જોડાયા હતા.સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે.આ પ્રસંગે PM મોદીએ ‘નમસ્તે, તમે બધા મજામાં’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મા નડેશ્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શત શત નમન કરી મજાક કરતાં તેમણે કહ્યું હતું કે થોડું હિન્દીમાં બોલીને ગુજરાતીમાં બોલીશ, બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા. આપની ક્ષમા અને મંજૂરી સાથે થોડું હિન્દી બોલું છુંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં ગલબા કાકાના નામે મેડિકલ કોલેજ ખૂલી. તેમણે ખેડૂતપુત્ર હોવાથી મોટું કામ કર્યું છે. સૌથી પહેલા હુ ગલબા કાકાને મસ્તક નમાવું છું. બીજા નમન માતા-બહેનોને, જેઓ પોતાનાં સંતાનો કરતાં વધારે કાળજી પશુઓની રાખે છે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. એ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે.

બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું બનાસ
બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું બનાસ

બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવાં વિવિધ પ્રકારનાં પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં ગ્રામ્ય અર્થતંત્ર કેવી રીતે મજબૂત થઈ શકે, માતાઓ અને બહેનોનું સશક્તીકરણ, સહકારી ચળવળ કેવી રીતે આત્મનિર્ભર ભારત અભિયાનને બળ આપી શકે, આ બધું અહીં પ્રત્યક્ષપણે અનુભવી શકાય છે. બનાસ ડેરી સંકુલ, ચીઝ અને વ્હી પ્લાન્ટ, જે તમામ ડેરી ક્ષેત્રના વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ છે. બનાસ ડેરીએ પણ સાબિત કર્યું છે કે સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે અન્ય સંસાધનોનો ઉપયોગ કરી શકાય છે. આજે અહીં એક બાયો-સીએનજી પ્લાન્ટ સમર્પિત કરવામાં આવ્યો છે અને 4 ગોબર ગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું બનાસ

બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. કંચન માટે સરકારના કચરાના અભિયાનને મદદ કરવા માટે આ છે.ગોબર્ધન દ્વારા એકસાથે અનેક લક્ષ્યો હાંસલ કરવામાં આવી રહ્યા છે. એક, તે ગામડાંમાં સ્વચ્છતાને બળ આપી રહ્યું છે. બીજું, પશુપાલકોને ગાયના છાણ માટે પૈસા મળી રહ્યા છે. ત્રીજું, બાયો-સીએનજી અને વીજળી જેવાં ઉત્પાદનો ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે. ચોથું, આ સમગ્ર પ્રક્રિયામાં ઉપલબ્ધ જૈવિક ખાતર ખેડૂતોને ઘણી મદદ કરી રહ્યું છે. આજે ગુજરાત જે સફળતાની ઊંચાઈએ છે, વિકાસની જે ઊંચાઈએ છે તે દરેક ગુજરાતીને ગર્વથી ભરી દે છે. મેં ગઈકાલે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આનો અનુભવ કર્યો. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતના બાળકો, આપણી ભાવિ પેઢીઓનું ભવિષ્ય ઘડવાનું બળ બની રહ્યું છે.

બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું બનાસ

આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ-ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-2020માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે.

Read About Weather here

બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમવાર બનાસ કોમ્યુનિટી FM રેડીયો 90.4 સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે, જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશેઆ પ્લાન્ટમાં 30 લાખ લિટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે, જે વધારીને 50 લાખ લિટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદનક્ષમતા, 1 લાખ લિટર પ્રતિદિન આઈસક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here