બજેટ 2022 LIVE UPDATES

બજેટ 2022 LIVE UPDATES
બજેટ 2022 LIVE UPDATES
સવારે 10.10 વાગે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે. આ બેઠકમાં બજેટને ઔપચારિક મંજૂરી આપવામાં આવશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરીને સંસંદ ભવન પહોંચ્યા છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં થોડી વારમાં કેબિનેટ મીટિંગ થશે. તેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. કેબિનેટ મીટિંગ માટે મંત્રીઓ સંસદ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ મીટિંગ પહોંચી ગયા છે.મહામારી દરમિયાન લોકોનાં જીવન બદલાયાં છે અને જરૂરિયાતો પણ. આ સંજોગોમાં બજેટ પાસે એક અલગ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. ટૂરિઝમ સેક્ટરને પણ સ્પેશિયલ પેકેજની આશા છે.

નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે બજેટમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બધાને કંઈક ને કંઈક મળે. તેમણે કહ્યું હતું કે બજેટ તૈયાર કરતી વખતે સમાજના દરેક લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. થોડી ધીરજ રાખો, બજેટથી બધા ખુશ થશે.આજે રજૂ થનારા બજેટમાં કોરોના વેક્સિન માટે જે બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, એ માટે ફંડની ફાળવણી કરવામાં આવી શકે છે.

Read About Weather here

આ મોદી સરકારનું 10મું અને નિર્મલા સીતારમણનું ચોથું બજેટ છે. આજે બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.સૌથી વધારે અપેક્ષા ઈન્કમટેક્સમાં રાહત મળે અને ટેક્સ સ્લેબ વધારવામાં આવે એની સાથે છે. મહામારી દરમિયાન ખેડૂતો અને નાના વેપારીઓ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here