બગીચામાંથી 15 હજાર લીંબુની ચોરી…!

બગીચામાંથી 15 હજાર લીંબુની ચોરી…!
બગીચામાંથી 15 હજાર લીંબુની ચોરી…!
ઉત્તરપ્રદેશમાં કોઈ બગીચામાંથી લીંબુની ચોરીનો પહેલો કેસ કાનપુરમાં નોંધાયો છે. અહીંના બગીચામાંથી 15 હજાર લીંબુની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. લીંબુ હાલ સામાન્ય માણસની ખિસ્સા નીચોવી રહ્યાં છે. તેના ભાવ આસમાનને આંબી રહ્યાં છે ત્યારે હવે લીંબુની લૂંટ પર શરૂ થઈ ગઈ છે. મુખ્યાલયથી લગભગ 15 કિમીના અંતરે આવેલા બિઠૂરમાં ગંગા કિનારે મોટા પ્રમાણમાં લીંબુની ખેતી કરવામાં આવે છે, ત્યારે લીંબુના ભાવ વધવાની સાથે હવે લીંબુની દેખરેખ માટે ખેડૂતોએ લાકડીધારીઓને તહેનાત કર્યા છે. દરરોજ બગીચાની રખેવાળી માટે 50 ચોકીદાર રાખવામાં આવ્યા છે, જેની પાછળ 450 રૂપિયાના દરે દરરોજ 22 હજાર 500 રૂપિયાનો ખર્ચ થાય છે.
બગીચામાંથી 15 હજાર લીંબુની ચોરી…! લીંબુ
ખેડૂતો હવે લાકડી-કુહાડી લઈને બગીચાની રખેવાળી કરી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પહેલા શાહજહાંપુર અને બરેલીમાં લીંબુની ચોરીનો કેસ સામે આવ્યો હતો. બરેલીની ડેલાપીર મંડીમાંથી ગત રવિવારે 50 કિલો લીંબુની ચોરી થઈ હતી. તો શાહજહાંપુરમાં બજરિયા શાકભાજી મંડીમાંથી 60 કિલો લીંબુ ચોરાયા હતા. સાથે ચોર 40 કિલો ડુંગળી અને 38 કિલો લસણ પણ લઈ ગયા હતા.શિવદીન પુરવાના અભિષેક લીંબુ ચોરીની FIR લખાવી છે. અભિષેકે જણાવ્યું કે તેમના 3 વીઘા બગીચામાંથી 3 દિવસની અંદર ચોર લગભગ 15 હજાર લીંબુ તોડી ગયા છે. ચોરીની ઘટનાને કારણે અભિષેકે લીંબુ સંપૂર્ણપણે તૈયાર નહીં થાય ત્યાં સુધી બાગમાં જ પોતાનો વસવાટ કરી લીધો છે.

Read About Weather here

ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ લીંબુના ભાવ વધ્યા બાદ ચોરી કરીને લીંબુ તોડનારની સંખ્યા વધી ગઈ છે. હવે લીંબુની રખેવાળી માટે આખી રાત જાગવું પડે છે. તો મોટા બગીચાઓમાં લાકડીધારી ચોકીદાર રાખવામાં આવ્યા છે જેઓ સતત ધ્યાન રાખી રહ્યાં છે. કાનપુરમાં લીંબુના ભાવની વાત કરીએ તો 15 રૂપિયામાં 2 લીંબુ વેચાય છે. જ્યારે જથ્થાબંધમાં 300 રૂપિયા કિલો લીંબુ વેચાય રહ્યાં છે કાનપુરના ચૌબેપુર, બિઠૂર કટરી, મંધના, પરિયરમાં લગભગ 2 હજાર વીઘા જમીન પર લીંબુના બગીચા છે. આ પહેલી વખત છે કે લીંબુના બગીચામાં રખેવાળી કરવી પડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here