ફેનના સવાલ પર ધોનીએ કહ્યું- ઘરે તો મારું નથી ચાલતું

ફેનના સવાલ પર ધોનીએ કહ્યું- ઘરે તો મારું નથી ચાલતું
ફેનના સવાલ પર ધોનીએ કહ્યું- ઘરે તો મારું નથી ચાલતું
ધોનીએ ભારતીય ટીમની કેપ્ટનશિપ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. એવામાં ધોનીએ કેપ્ટન, વિકેટકીપર અને ફિનિશર તરીકે પોતાની ઓળખ બનાવી હતી. વર્ષો સુધી ધોની દરેક બાબતમાં નંબર વન હતો, પરંતુ ધોની પોતાના ઘરમાં નંબર વન નથી. તેણે પોતે આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે. તેણે કહ્યું હતું કે ઘરમાં તો હંમેશાં પત્ની જ નંબર-1 હોય છે.ધોનીને એક પ્રશંસકે પૂછ્યું હતું કે તમે દરેક જગ્યાએ નંબર-1 છો, પરંતુ જ્યારે સાંજે ઘરે જાઓ છો ત્યારે કોણ નંબર-1 હોય છે. તેના જવાબમાં ધોનીએ કહ્યું કે આ પણ કંઈ પૂછવાની વાત હોય, ઘરમાં તો પત્ની જ નંબર-1 હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધોનીનો એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો ઈન્ડિયા સિમેન્ટ્સની ઈવેન્ટનો છે, જેમાં ધોનીએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં એક ફેન દ્વારા ધોનીને પૂછવામાં આવ્યું હતું કે શું હું તમને એક અંગત પ્રશ્ન પૂછી શકું? આના પર ધોનીએ કહ્યું- તમે મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, હું નક્કી કરીશ કે તેનો જવાબ આપવો કે નહીં. આના પર ઈવેન્ટમાં હાજર દરેક લોકો હસવા લાગે છે.ધોનીના ફેન્સે તેને કહ્યું કે તમે દરેક જગ્યાએ નંબર વન છો, પરંતુ જ્યારે તમે સાંજે ઘરે જાઓ છો તો ત્યાં કોણ નંબર-1 છે. જેના જવાબમાં ધોની કહે છે.

પાછળ ફરીને જોશો તો અડધા લોકો હસતા હશે કારણ કે બધા જાણે છે કે પત્ની ઘરમાં નંબર-1 છે. આ સાંભળીને બધા ફરીથી હસવા લાગે છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ધોનીની ફની સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે.ધોનીએ તેના ચેન્નઈ સુપર કિંગ્સના કાર્યક્રમમાં જણાવ્યું કે તે સાત નંબરની જર્સી કેમ પહેરે છે. ધોનીનો જન્મ 7મી જુલાઈએ થયો હતો. તે વર્ષના સાતમા મહિનાનો સાતમો દિવસ છે. આ કારણથી ધોનીએ સાત નંબરની જર્સી પસંદ કરી હતી. ઘણા લોકો માને છે કે સાત નંબર ધોની માટે લકી છે, પરંતુ એવું નથી. તેણે તેના જન્મદિવસને કારણે પોતાનો જર્સી નંબર બનાવ્યો હતો.

Read About Weather here

ધોનીએ કહ્યું કે સાત એક એવો નંબર છે, જે જો તમારી તરફેણમાં ન જાય તો તમારી વિરુદ્ધ પણ ન જાય. ધોનીએ કહ્યું કે તેણે પોતાનો જર્સી નંબર પસંદ કરતા પહેલા ઘણી બાબતો વિશે જાણવું યોગ્ય નથી માન્યું. ધોનીએ સારા નંબર વિશે જાણ્યું અને તેની જન્મ તારીખને જર્સીનો નંબર બનાવી દીધો હતો.મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. ધોની પછી કોઈ ભારતીય કેપ્ટન ઈન્ડિયન ટીમ માટે ICC ટ્રોફી જીતી શક્યો નથી. તે જ સમયે, IPLમાં પણ ધોનીએ પોતાની ટીમને ચારવાર વિજેતા બનાવી છે. માત્ર મુંબઈની ટીમે તેમના કરતા વધુ ટાઈટલ જીત્યા છે, જે પાંચ વખત ચેમ્પિયન બની છે.તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here