ફૂટબોલનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાયું…!

ફૂટબોલનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાયું...!
ફૂટબોલનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાયું...!
અસામાજિક તત્વોએ પોતાના હાથમાં જે વસ્તુ હાથ લાગી તે વસ્તુઓથી ફૂટબોલના ખેલાડીઓને માર માર્યો હતો. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઇ રહેલી ફોર્ટિટ્યૂડ સિઝન 8 ફૂટબોલની સેમિફાઇનલ દરમિયાન ફૂટબોલના ખેલાડીઓ અને અસામાજિક તત્વો વચ્ચે મારામારી થઇ હતી. ફૂટબોલનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઇ ગયું હતું. યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ સામે થયેલી મારામારીના પગલે કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી.એમ.એસ. યુનિવર્સિટીમાં ફોર્ટિટ્યૂડ સિઝન 8 ફૂટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટની રવિવારે સેમીફાઇનલ હતી. એક ટીમ દ્વારા બે ગોલ કરી દીધાં હતા.
બેફામ ગાળાગાળી સાથે થયેલી મારામારીના પગલે નાસભાગ મચી ગઇ
યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે
વિજિલન્સની ટીમ હાજર હોવા છતાં કંઇ કરી શકી નહોતી

Visit Saurashtra Kranti Homepage here

તે સામે હરીફ ટીમે પણ એક ગોલ કરી દીધો હતો અને બીજો ગોલ કરવા તરફ ટીમનો ખેલાડી ગોલ કિપર તરફ આગળ ધપી રહ્યો હતો. તે સમયે બે ગોલ કરી જીતની આશા રાખનાર ટીમના ખેલાડીએ ગોલકિપર તરફ આગળ ધપી રહેલા ખેલાડીને ધક્કો મારી પાડી નાખતાં મામલો બિચક્યો હતો. અને જોતજોતામાં ફૂટબોલ મેદાન સમરાગણમા ફેરવાઇ ગયું હતું.મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિજિલન્સ ટીમ પહોંચી હતી. પરંતુ, એક ટીમના સમર્થક અસામાજિક તત્વોએ બીબીએ બિલ્ડિંગ ખાતે પોતાના હાથમાં જે મારક વસ્તુઓ હાથ લાગી તેનાથી ફૂટબોલના ખેલાડીઓને દોડાવી… દોડાવી…માર માર્યો હતો.

વિજિલન્સ ટીમના જવાનો પાસે તમાસો જોવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. વિજિલન્સ ટીમ શોભાના ગાઠીયા જેવી પુરવાર થઇ હતી. બેફામ ગાળાગાળી સાથે થયેલી મારામારીના પગલે નાસભાગ મચી ગઇ હતી.મોડી રાત્રે બનેલા આ બનાવમાં ફુટબોલના ખેલાડીઓને અસામાજિક તત્વોએ ખેલાડીઓને ગડદાપાટુનો પણ માર માર્યો હતો. આ બનાવના યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના અંગે યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આજે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Read About Weather here

દરમિયાન આ બનાવ અંગેની જાણ સયાજીગંજ અને ફતગંજ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા પણ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. રવિવારે રાત્રે બનેલી મારામારીની આ ઘટના અંગેની પોલીસ ફરીયાદ થઇ નથી.તે સાથે પોલીસ બંને જૂથના યુવાનો તેમજ મેચ જોવા માટે આવેલા કેટલાક યુવાનોની પૂછપરછ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here