ફીડબેક રેટિંગ સહિતની સુવિધાવાળી સેવા રાજ્યભરમાં સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોન્ચ

ફીડબેક રેટિંગ સહિતની સુવિધાવાળી સેવા રાજ્યભરમાં સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોન્ચ
ફીડબેક રેટિંગ સહિતની સુવિધાવાળી સેવા રાજ્યભરમાં સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોન્ચ

રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ: પ્રદિપ ડવ
ફરીયાદના નિકાલએસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે
દરેક ફરિયાદના ઉકેલ માટે સમય મર્યાદા
નિયતસમય મર્યાદામાં ફરીયાદનો ઉકેલ ન કરવામાં આવે તો ઉપરના અધિકારી સુધી જાણ
ડિર્પામેન્ટ, વોર્ડ,ફરીયાદના પ્રકાર વગેરે પરથી ડેટાએનાલીસીસની સુવિધા
ફરિયાદ નિકાલની ગુણવતા અંગે ફરીયાદીનું ફીડબેક લેવામાં આવશે તેમજ ફરિયાદી ના ફીડબેકનું એનાલીસીસ કરવામાં આવશે.
ઉચ્ચ અધિકારી માટે મોબાઇલ એપ પર સમગ્ર સિસ્ટમની મોનીટરીંગની સુવિધા

આજે રાજકોટ મનપાએ ગુજરાતભરમાં સૌપ્રથમ વખત અદ્યતન અને ફીડબેક-રેટિંગ સહિતની સુવિધા ધરાવતી રાજકોટ મહાનગરપાલિકાની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973નો શુભારંભ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદહસ્તે સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ આર. ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી

ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, તેમજ ડે.કમિશનર ચેતન નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ.પી.રૂપારેલીઆ,

ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ આર. ડવએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ છે.

રાજકોટ મહાનગરપાલિકાને જુદી જુદી શાખાઓને લગતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટે અને ફરિયાદનો ખરેખર નિકાલ થયો છે કે કેમ તે અંગેની જાણ ફરિયાદીને મળી રહે તે માટે અદ્યતન પ્રકારની અને ફીડબેક રેટિંગ

સહિતની સુવિધાવાળી સેવા ગુજરાતભરની તમામ મહાનગરપાલિકાઓમાં સૌપ્રથમ વખત લોન્ચ કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી ના ઉપયોગ વડે લોકોની ફરિયાદનુ નિરાકરણ ઝ્ડપ થી અને વધારે સારી રીતે કરી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સમય સાથે તાલ મિલાવવા કટિબદ્ધ છે.

આ પ્રયાસના ભાગ રૂપે ટોલ-ફ્રી નંબર 1800-123-1973 નો શુભારંભ કરવામાં આવ્યો છે.

લોકોની ફરિયાદોનો સમયસર તેમજ સચોટ નિકાલ થાય તેમજ ખરેખર ફરિયાદ નિકાલ થયા અંગેની ખરા અર્થમાં જાણ લોકોને પણ મળે તે માટે પીન આધારીત ફરિયાદ નિવારણ પધ્ધતિનો શુભારંભ કરવામાં આવી રહયો છે.

આ પદ્ધતિમાં જ્યારે લોકો ની ફરિયાદનું મહાનગરપાલિકા દ્વારા નિવારણ કરવામાં આવશે ત્યારે ફરિયાદીને એક જખજ દ્વારા ઙઈંગ નંબર મોકલવામાં આવશે. આ પીન નંબર ફરિયાદીને પોતાની ફરિયાદનો નિકાલ થયા બાદ મહાનગરપાલિકાના કાર્મચારી/અધિકારીશ્રીને આપવાનો રહેશે

Read About Weather here

જે પીન નંબર સંબધિત અધિકારી પોતાના મોબાઈલમાં દાખલ કરશે, ત્યારબાદ જ ફરિયાદ નો ખરા અર્થમાં નિકાલ થયો ગણાશે. આ સમગ્ર પ્રકિયા અમલમાં આવતા, લોકોનો રાજકોટ મહાનગરપાલિકા પરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here