પરીક્ષાની નિ:શુલ્ક તાલીમ માટે રેમેડીયલ કોચિંગનું આયોજન

પરીક્ષાની નિ:શુલ્ક તાલીમ માટે રેમેડીયલ કોચિંગનું આયોજન
પરીક્ષાની નિ:શુલ્ક તાલીમ માટે રેમેડીયલ કોચિંગનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ફાર્મસી ભવન અને સી.સી.ડી.સીના સંયુક્ત ઉપક્રમે

કેમેસ્ટ્રી ભવનન અધ્યક્ષે વિદ્યાર્થીઓને તાલીમનો રેગ્યુલર લાભ લઇ, નિત્ય અભ્યાસ કરી સફળતા મેળવવા અનુરોધ કર્યો

ફાર્મસી ભવન અને રેમેડિયલ કોચીંગ સેન્ટર સી.સી.ડી.સી. નાં સંયુકત ઉપક્રમે ફાર્મસીમાં અભ્યાસકર્તા છાત્રોને ગ્રેજયુએટ ફાર્મસી એપ્ટીટયૂડ ટેસ્ટ (જીપેટ) કે જે નેશનલ ટેસ્ટીંગ એજન્સી મારફત રાષ્ટ્રીયકક્ષાની પરીક્ષા યોજાય છે. તેની નિ:શુલ્ક તાલીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મળી રહે તે પ્રકારે તાલીમશાળાનું આયોજન કરાયું છે.

આ તાલીમશાળાનાં ઉદ્દઘાટન સત્રમાં કેમેસ્ટ્રી ભવનનાં અધ્યક્ષ પ્રો. એચ.એચ.જોષી, સી.સી.ડી.સી.ના સંયોજક પ્રો. નિકેશ શાહ, ફાર્મસી ભવનનાં નવનિયુકત વડા ડો. સચિનભાઈ પરમાર, ફાર્મસી કોલેજનાં તજજ્ઞ ડો. રમેશભાઈ પરમાર, ફાર્મસી ભવનનાં કોર્ડીનેટર કુમારી રિદ્વીસિદ્ધિ બેન અને ભાગ લેનાર છાત્રો ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે ડો. સચિનભાઈ પરમારે જીપેટ વિશે વિધાર્થીઓને માહિતગાર કરતા જણાવેલ કે પચાસ કલાકની આ નિ:શુલ્ક તાલીમમાં જુદા-જુદા વિષયો જેવા કે ફાર્માકોલોજી, ફાર્માસિટીકશ, ફામ સિટીકલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, બાયો કેમેસ્ટ્રી, બાયોટેકનોલોજી, માઈક્રો બાયોલોજી, કલીનીકલ ફાર્મસી, ફાર્માસ્યુટીકલ એનાલિસીસ વગેરે આયામોને નિષ્ણાંત માર્ગદર્શકો મારફત તાલીમ આપવામાં આવનાર છે.

સી.સી.ડી.સી. નાં સંયોજક પ્રો. નિકેશ શાહે જણાવેલ કે અન્ય વિષયોમાં યોજાતી નેટ- સ્લેટ પરીક્ષા જેવી જ અતિ મહત્વની જીપેટ પરીક્ષા ની તાલીમ દર વર્ષે ફાર્મસી ભવન મારફત યોજાય છે અને જેના ફળ સ્વરૂપ દર વર્ષે સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ જીપેટમાં સફળતા મેળવે છે.

Read About Weather here

તે અભિનંદનીય છે. કેમેસ્ટ્રી ભવનનાં અધ્યક્ષ પ્રો. એચ.એચ. જોષીએ વિધાર્થીઓને તાલીમનો રેગ્યુલર લાભ લઈ અને નિત્ય અભ્યાસ કરી સફળતા મેળવવા અનુરોધ કરેલ હતો. કુમારી રિદ્ધીસિદ્ધિ બેન કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કરેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા સી.સી.ડી. સી.નાં કર્મચારીઓ સર્વ સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી અને આશિષભાઈ કીડીયાએ જહેમત ઉઠાવેલ હતી.(7.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here