ફલાયઓવર બનાવવા માટે વૃક્ષોનું બલિદાન?

ફલાયઓવર
ફલાયઓવર

જામનગરમાં ફલાયઓવર બ્રિજ બનાવવા માટે ૨૦૭ વૃક્ષ કપાશે

Subscribe Saurashtra Kranti here

જામનગરમાં ફલાયઓવર બનવા જઈ રહૃાો છે. તે સમાચાર સારા છે, પરંતુ આ ફલાયઓવર બનાવતા સમયે ૨૦૭ વૃક્ષ કાપવામાં આવશે. તે સમાચાર સારા ન કહી શકાય. એક તરફ વૃક્ષો બચાવવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ ફલાયઓવર બનાવવા માટે એક નહીં બે નહીં, પરંતુ ૨૦૭ વૃક્ષ કાપી નાખવામાં આવશે.

જામનગરમાં વધતા કોરોનાના કેસને લઈ મહાનગરપાલિકાની ટીમ હાલ માસ્ક ઝૂંબેશમાં જોડાઈ હોવાથી વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. ખાસ કરીને રોડની આજુબાજુમાં રહેલા મહાકાય વૃક્ષોનું નિકંદન મહાનગર પાલિકાની ટીમ દ્વારા કાઢવામાં આવશે.

જામનગરમાં દિવસેને દિવસે કોરોનાના એક બાજુ કેસ વધી રહૃાા છે તો બીજી બાજુ મનપા ટીમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનનાર લાયઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળે છે. કારણ કે, જામનગરની આજુબાજુમાં મહાકાય રિફાઈનરી છે. આ રિફાઈનરીઓના વાહનો પણ જામનગર શહેરમાંથી પસાર થાય છે, જેના કારણે જામનગર શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનાર લાયઓવર બ્રિજથી જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી માટે ઉકેલ આવશે.

Read About Weather here

રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો લાયઓવર ૧૯૭ કરોડ રૂપિયાના ખર્ચે જામનગર શહેરમાં સુભાષબ્રિજથી ૭ રસ્તા સુધી બનાવવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થોડા સમય પહેલાં જ લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here