કોરોના સંક્રમણ વધતા ત્રણ ગામોમાં લોકડાઉન ???

કોરોનાપ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સૂમસામ
પ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સૂમસામ

કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. દૈનિક કેસો ૩ હજાર નજીક પહોંચી ગયા છે, ત્યારે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં એક પછી એક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવી રહૃાું છે. દાહોદ જિલ્લામા કોવીડ સંક્રમણને લઇ લોકોમાં ભયનો માહોલ છે. વધતા કેસના પગલે ગામડાઓમાં લોકડાઉન લગાવાયું છે. વધુ ૩ ગામમાં લોકડાઉન થયું છે.

ફતેપુરા તાલુકાના કાળીયા વલુન્ડા, કરોડીયા પૂર્વ ગ્રામપંચાયતે લોકડાઉનનો નિર્ણય લીધો છે. ૧૦ દિવસનુ લોકડાઉન અપાયું છે. આવતી કાલથી ૧૦ દિવસ સુધી સવારે ૭ વાગ્યા થી બપોરે ૧ વાગ્યા સુધી જ વેપાર કરી શકાશે. ૧ વાગ્યા પછી સંપુર્ણ લોકડાઉન કરવાનો ગ્રામપંચાયતના સરપંચનો આદેશ છે.

Read About Weather here

અગાઉ ફતેપુરાના બલૈયામાં કોવીડ સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આજથી ૮ એપ્રિલ સુધી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here