ફરી ચોમાસું જામશે…!

ફરી ચોમાસું જામશે…!
ફરી ચોમાસું જામશે…!
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આજે કચ્છ અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે.

અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Read About Weather here

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે એવી સંભાવના છે.ચોમાસાની પહેલી સીઝનમાં ગુજરાતમાં ખાલીખમ થયેલા ડેમમાં નવાં નીર આવ્યાં છે. રાજ્યના ડેમમાં હાલમાં 58.54% પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો હોવાથી માત્ર 21.39% ટકા જ પાણીનો જથ્થો છે. રાજ્યમાં 206 જળાશયમાંથી 50 જળાશય 90 ટકાથી વધુ ભરાયાં છે તેમને હાઈએલર્ટ પર રખાયાં છે, જ્યારે 10 જળાશય 80થી 90 ટકા સુધી ભરાતાં તેમને એલર્ટ પર રખાયાં છે. 14 જળાશયમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો હોવાથી તેમને વોર્નિંગ પર રખાયાં છે તેમજ 132 જળાશયમાં 70 ટકાથી ઓછું પાણી છે.મધ્ય ગુજરાતમાં 42.75%, દક્ષિણ ગુજરાતમાં 71.92%, કચ્છમાં 67.94% અને સૌરાષ્ટ્રમાં 54.67% પાણીનો જથ્થો છે, જ્યારે સરદાર સરોવરમાં 58.58% પાણીનો જથ્થો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here