ફરીયાદીને વેરાવળ સોમનાથની મિલ્કત સહિત રૂ.7 કરોડ 19 લાખ પાછા મળી ગયા છે

ફરીયાદીને વેરાવળ સોમનાથની મિલ્કત સહિત રૂ.7 કરોડ 19 લાખ પાછા મળી ગયા છે
ફરીયાદીને વેરાવળ સોમનાથની મિલ્કત સહિત રૂ.7 કરોડ 19 લાખ પાછા મળી ગયા છે

રાજકોટ પોલીસ દ્વારા છેતરપીંડીના બહુ ગાજેલા કિસ્સા અંગે ચોખવટ અને સ્પષ્ટા
પોલીસે બે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા છે, ફરીયાદી અને આરોપીઓ વચ્ચે સમાધાન પણ થયું છે

રાજકોટના મહેશભાઇ સખીયા સાથે થયેલી અંદાજે રૂ.16 કરોડ 63 લાખ જેવી રકમની છેતરપીંડી અંગે ફરીયાદી પરિવાર દ્વારા પોલીસ કમિશનર સામે થયેલા આક્ષેપોને પગલે ભારે હોબાળો મચી જતા આજે બપોરે રાજકોટ સિટી પોલીસે સમગ્ર કેસ અંગે સ્પષ્ટા બહાર પાડી છે અને જણાવ્યું છે કે, ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે સમજૂતી કરાર થઇ ગયો છે. પોલીસ પાસે ફરીયાદ આવી હોવાથી છેતરપીંડીના ગુન્હામાં બે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે અને ત્રીજાના જામીન રદ કરાવવા નામદાર કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે એવું આજે રાજકોટ શહેર પોલીસની સત્તાવાર યાદીમાં દર્શાવવામાં આવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper here

સિટી પોલીસની યાદીમાં એવી વિગતો આપવામાં આવી છે કે, ગઇ તા.16 માર્ચ 2021નાં રોજ કિશન મહેશભાઇ સખીયાએ રાજકોટ ડીસીપી સમક્ષ પોતાની સાથે રૂ.16 કરોડ 63 લાખની છેતરપીંડી થયાની મુનીરાબેન પાનવાલા સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા બીજા એક ઇશમ રીયાઝ મેમણની સંડોવણી પણ ખોલી હતી. તપાસ ચાલુ જ હતી ત્યાં અરજદાર દ્વારા મુનીરાબેન અને રીયાઝભાઇ વચ્ચે સ્ટેમ્પ પેપર ઉપર સમાધાન થઇ ગયું હતું. ગત 21-5-2021નાં રોજ થયેલા સમજૂતી કરાર મુજબ સામાવાળાઓએ રૂ.1 કરોડ 69 લાખ બેંક મારફતે ફરીયાદીને ચુકવી આપ્યા હતા. ઉપરાંત વેરાવર સોમનાથ ખાતે મિલ્કતોનો કબજા કરાર સહિત કુલ રૂ.7 કરોડ 19 લાખ જેટલી રકમ અરજદારને ચુકવી આપતા સમાધાન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

શહેર પોલીસે એવી પણ સ્પષ્ટા કરી હતી કે, સામા વાળાઓએ મેળવેલી રોકડ રકમમાંથી ભાગ મેળવનાર ધર્મેશ બારભાયા સોનીએ જામનગર રોડ પર રૂ.80 લાખનો વિલા ખરીદ કર્યો હતો. એ માહિતી મળતા પોલીસ તપાસ માટે જતા ધર્મેશ બારભાયા અને તેના પરિવારજનોએ પોલીસ સાથે ધર્ષણ કર્યુ હતું. એ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો પણ દાખલ કરાયો હતો. ત્યાર બાદ બાકી રહેતી રકમ અરજદારને સામાવાળાઓએ ચુકવવાની હતી પણ સતત વાયદા કરતા હોવાથી ફરીયાદીએ અરજી કરતા તા.27-11-2021નાં રોજ સામાવાળાઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. આ ગુન્હાના આરોપી મુનીરાબેન પાનવાલા અને રીયાઝ મેમણની ગત 28-11-2021નાં રોજ અટક કરાઇ હતી અને અદાલતે બન્ને જેલ હવાલે કર્યા છે. આરોપી નં.3 ધર્મેશ બારભાયાને આગોતરા જામીન મર્યા છે જે રદ કરાવવા પોલીસે નામદાર કોર્ટમાં કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કમિશનર સામે આક્ષેપોના અહેવાલ અંગે હાલ જેસીપી તપાસ ચલાવી રહયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here