ફટાકડાની દુકાનમાં આગ લગતા 5 ના મોત

ફટાકડાની દુકાનમાં આગ લગતા 5 ના મોત
ફટાકડાની દુકાનમાં આગ લગતા 5 ના મોત
રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ અકસ્માતમાં ઘાયલોની સારવાર માટે 1 લાખ રૂપિયા સહાયઆપવામાં આવશે તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે.

કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર પીએન શ્રીધરે જણાવ્યુ હતું કે ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે દિવાળીનો તહેવાતના કારણે ફટાકડાનો ઘણો જ સ્ટોક જમા હતો.

ભીષણ આગા લગતા ઊચે સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા છે. ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

પ્રાથમિક અહેવાલો અનુસાર, દુકાનની સામે પાર્ક કરાયેલ એક ટુ-વ્હીલર પણ ભીષણ આગને કારણે આગની લપેટમાં આવી ગયું હતું. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 5-5 લાખ સહાય આપવાની

અને ઈમરજન્સી વોર્ડમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી છે. તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી.

આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે.

Read About Weather here

જૂન મહિનામાં, આ જ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર 2020માં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 7 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here