પ્રેમીને સાડી પહેરાવીને હત્યા કરી…!

પ્રેમીને સાડી પહેરાવીને હત્યા કરી...!
પ્રેમીને સાડી પહેરાવીને હત્યા કરી...!
આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવીને ગુપ્ત ભાગે લાતો મારી હતી. પાટણમાં મહિલાને તાલિબાની સજાની ઘટના હજી તાજી જ છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં યુવતીના પ્રેમમાં પડેલા યુવકને યુવતીનાં પરિવારજનોએ ઢોરમાર મારતાં મોત થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મૃતક યુવાનની બહેને જણાવ્યું હતું કે, મારા ભાઇને ઢસડીને લઇ ગયા અને મારા ભાઇને મારી નાખવાની વાતો કરતા હતા. મને પણ માર માર્યો હતો. જેથી ચક્કર આવતા હું પડી હતી.

મારા ભાઇની આ લોકોએ હત્યા કરી છે. મારા ભાઇને જેમ મારી નાખ્યો તેમ આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, અમારે ન્યાય જોઇએ છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં પ્રેમપ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીનાં પરિવારજનોને બંનેના પ્રેમપ્રકરણની ખબર પડી જતાં તેમણે યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું.

ત્યાર બાદ તેકને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી માર માર્યો હતો. એમાં યુવક જયેશ રાવળનું મોત થયું હતું. યુવકને ઢોરમાર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે

વડોદરા જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. હાલ ગામમાં શાંતિ ન ડહોળાય એ માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે.

કોઇને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.17 ઓગસ્ટ 2021ના રોજ એક વીડિયો ફરતો થયો હતો, જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો.

પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી તેને જાહેરમાં લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતો વીડિયો બહાર આવતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.

એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

24 મે-2020ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી,

Read About Weather here

જે તેનાં પરિવારજનોને પસંદ ન પડતાં સગીરાને 15 જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here