પ્રસિધ્ધ રાજકીય નેતાના નજીકના કોર્પોરેટરનું પણ ખાસ બ્રાંન્ચ સાથે કનેક્શન??

ધારાસભ્યની હાલત ગંભીર
ધારાસભ્યની હાલત ગંભીર

એક કોર્પોરેટરના પણ ખાસ બ્રાન્ચની ઓફીસ અને શહેરના વિવિધ સ્ટેશનના આંટા ફેરા પણ કંઇ નવો વણાંક લેશે??

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર સામેના તોડ કાંડના આક્ષેપોનું પ્રક્રરણ વધુને વધુ ગંભીર અને ભેદ ભરમ વાળુ બનતું જાય છે અને આગામી દિવસોમાં આ પ્રકરણને લઇને અનેક વગ ધરાવનારાઓને પપણ છાંટા ઉડે તેવા સંકેતો માહિતગાર સુત્રોમાંથી મળી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ કમિશનર સામે ધારાસભ્યના આક્ષેપો અંગે ગુજરાતના ડીજીપી તપાસ કરી રહયા છે ત્યારે રાજકોટની રાજકીય આલમમાં બની રહેલી ચોક્કસ ઘટનાઓ અને ચોક્કસ લોકોની દોડધામના દ્રશ્યોને લઇને આ ભેદી પ્રકરણમાં અવનવા રંગો ઉમેરાઇ રહયા છે.

કહેવાય છે કે, એક કોર્પોરેટર જે એક પ્રસિધ્ધ નેતાની ખુબ જ નજીક હોવાનું માનવામાં આવે છે એ કોર્પોરેટરના પણ ખાસ બ્રાન્ચ સાથેના અજબ-ગજબ કનેકશનને લઇને ચારે તરફ લોકચર્ચા ચાલી રહી છે. આ કોર્પોરેટર ખાસ બ્રાન્ચ સહિતની કેટલીક સુચક જગ્યાઓ પર સતત આટાફેરા કરી રહયા હોવાનું જાણવા મળ્યું છે.

એક ટોચના નેતા અને ચોક્કસ હોદ્ો ધરાવતા વગદાર આગેવાન સાથે ખુબ જ ધનિષ્ઠ નાતો ધરાવતા આ કોર્પોરેટરની જોરદાર દોડધામ થતી જોવા મળી રહી છે. ચોક્કસ બ્રાન્ચ ઉપરાંત કાયદો વ્યવસ્થાને લગતી અન્ય ચોક્કસ કચેરીઓ પર અચાનક આ કોર્પોરેટરના આંટા ફેરા વધી ગયા છે. એના પરથી એવું લાગે છે કે, સીપી તોડ કાંડ પ્રકરણમાં નવા નવા ફણગા ફુટી શકે છે અને અવનવા વણાંકો આવી શકે છે.

Read About Weather here

એવું આધારભુત રીતે ચોક્કસ માહિતગાર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આ વગદાર કોર્પોરેટરને પણ ખાસ બ્રાન્ચ સાથે ચોક્કસ મુદ્ાઓ પર ગાઢ નાતો અને કનેકશન હોય અને ખાસ બ્રાન્ચ સાથે ખાસ પ્રીતી બંધાય ગઇ હોય એ કારણે કોર્પોરેટરને પ્રકરણ બહાર આવ્યા બાદ દોડધામ કરવી પડી રહી હોય એવું માનવામાં આવે છે. આગામી દિવસોમાં એવું લાગે છે કે, સીપીના પ્રકરણમાં હજુ ધણા મોટા કડાકા ભડાકા થઇ શકે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here