પ્રમુખ ભૂપત બોદરની હાજરી ઓછી, સંકલનનો અભાવ

પ્રમુખ ભૂપત બોદરની હાજરી ઓછી, સંકલનનો અભાવ
પ્રમુખ ભૂપત બોદરની હાજરી ઓછી, સંકલનનો અભાવ

બાંધકામ સમિતિના ચેરમેન પી.જી.કયાડાનું તડ ને ફડ
દર અઠવાડીયે સંકલન મિટિંગ મળશે
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’માં તા.10-3નાં રોજ પ્રસિધ્ધ થયેલ અહેવાલ બાદ આજ મળેલી સંકલન બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, હવેથી અઠવાડીયામાં એક વાર બધા જ સભ્યો સાથે સંકલન બેઠક યોજાશે.
પ્રમુખ સામે ભાજપના સભ્યોની નારાજગી!
સંકલન બેઠકમાં ચૂંટાયેલા મહિલા સદસ્યોની પાંખી હાજરી
ભૂપત બોદરને અનુભવ ઓછો!
મારે પ્રમુખ નથી થાવુ: કયાડા

રાજકોટ જિલ્લા ભાજપનો હાલ ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરની હાજરી અને જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્યો વચ્ચે સંકલનના અભાવને લઇને રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ પી.જી.કયાડાએ જ પ્રમુખ સામે સવાલો ઉઠાવ્યા છે.જિલ્લા પંચાયતમાં પ્રમુખ સામે ભાજપના જ સભ્યોની નારાજગી જોવા મળી રહી છે. કારણ કે થોડા દિવસ પહેલા જ બાંધકામ સમિતિના ચેરમેને પ્રમુખની હાજરીના પ્રશ્ર્ને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાને રજૂઆત કરી હતી. જેને લઇને આજે તા.14ને સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ભાજપના સદસ્યોની સંકલન બેઠક યોજાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

સંકલન બેઠક શરૂ થતાની પહેલા પી.જી.કપાડાએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયતમા 10-1ર મહિનાથી ભથ્થા મળતા નહોતા જિલ્લા પંચાયતના સદસ્યો વચ્ચે સંકલનનો થોડો અભાવ જોવા મળી રહ્યો છે અને પ્રમુખની ઓછી હાજરીને કારણે સદસ્યોના પ્રશ્ર્નોનુ સમયસર નિરાકરણ આવી શકતું નથી. તેનુ એક કારણ એ પણ હોય શકે કે ભુપત બોદર પહેલી વખત ચૂંટાયેલા છે. જેથી અનુભવ ન હોવાને કારણે આવુ બની શકે છે.પી.જી.કપાડાએ વધુમા જણાવતા કહ્યુ હતુ કે, થોડા મનભેદ હોય શકે પણ સામાન્ય બાબત હતી. અને પ્રમુખને એમ થતુ હોય કે બધ્ાુ બરાબર છે.પણ સંકલન બેઠક કરીને સમસ્યાનું નિરાકરણ લાવો.

સંકલન બેઠકમા ભાજપની ચૂંટાયેલ મહિલા સદસ્યોને બદલે તેમના પતિદેવો હાજર રહ્યા હતા જે બાબત ચર્ચાએ ચર્ક્રી હતી તેને લઇને જિલ્લા પ્રમુખે એમ કહ્યુ કે હવેથી બધી જ બેઠકમા ચૂંટાયેલા સભ્યોને જ હાજર રહેવુ પડશે અને હવેથી દર અઠવાડીયે એકવાર સંકલન બેઠક મળશે તેમ જણાવ્યુ હતુ.રાજકોટ: જિલ્લા પંચાયત ખાતે મળેલ સંકલન બેઠક બાદ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું હતું કે, હવે દર અઠવાડીયે એક વાર એટલે કે આઠ દિવસે એક વખત સંકલનની બેઠક યોજાશે અને સદસ્યોના પ્રશ્ર્નો અને સમસ્યાઓ પર ચર્ચા કરાશે અને જેમ વહેલુ બને તેમ તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે.રાજકોટ: જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષે જિલ્લા પંચાયતના પ્રમુખની ઓછી હાજરી અને સંકલનના અભાવને લઇને પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને કહયું હતું કે, ભુપત બોદર પ્રથમ ટમેની ચૂંટણી જીત્યા છે જેથી હજુ રાજકારણી અનુભવની અછતને કારણે જિલ્લા પંચાયતના સંદસ્યોની સમસ્યાઓનું નિરાકરણ આવી શકતુ નથી.

Read About Weather here

રાજકોટ: જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને 30 થી 40 વર્ષનો પંચાયતી રાજનો અનુભવ ધરાવતા પી.જી.કયાડાએ મીડિયા સમસ્ત માહીતિ આપતા જણાવ્યું હતું કે, મારે પ્રમુખ નથી થાવુ. હું એક સિનિયર પદાધિકારી છુ અને રહીશ. અગાઉ હું ઉપપ્રમુખ તરીકે પણ રહી ચુંકયો છું અને પંચાયતની રાજનો બહોળો અનુભવ ધરાવુ છું.રાજકોટ: જિલ્લા પંચયતમાં ભાજપના જ સભ્યો દ્વારા પ્રમુખ પર સવાલો થતા રાજકારણ ગરમાયું છે ત્યારે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પી.જી.કયાડાએ ભુપત બોદરની ઓછી હાજરી અને જિલ્લા પંચાયતમાં સંકલનના અભાવે સવાલો ઉઠાવ્યા હતા અને નારાજ સભ્યો સાથે મળી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી.રાજકોટ: જિલ્લા પંચાયત ખાતે રાજકીય ગરમાગરમી બાદ જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં મળેલ સંકલન બેઠકમા ભાજપના ચૂંટાયેલ મહિલા સદસ્યોના પતિદેવો જ હાજર રહ્યા હતા. ભાજપના ચૂંટાયેલા 14 મહિલા સદસ્યો સામે સંકલનમા માત્ર 3 જ મહિલા હાજર રહ્યા હતા. બાકી તેના સ્થાને તેમના પતિદેવો હાજર રહ્યા હતા. આ મુદાને લઇને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતુ કે, હવેથી મળનારી દરેક સંકલન બેઠકમાં ચૂંટાયેલા સભ્યોજ હાજર રહેશે અને વગપ્રધાન દ્વારા શરૂ થયેલા પહેલનુ આનુકરણ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here