પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી બદલાશે, નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની વરણી નક્કી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત ખાતેના કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માની મહત્વપૂર્ણ અને સુચક જાહેરાત: કોઇ સિનિયર અને નવા ચહેરાને તક અપાય તેવી શકયતા: ભાજપના પગલે કોંગ્રેસના સંગઠનમાં પણ હવે ધરખમ ફેરફારોનો ગોઠવાતો તખ્તો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન માળખામાં ટોચની કક્ષાએ ધરમુળથી ફેરફારો કરવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ચાલુ મહિને જ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને નવા વિપક્ષી નેતાની વરણી કરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

એવી મહત્વપૂર્ણ જાહેરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ કરી છે. પ્રભારીની સુચક જાહેરાત સાથે પ્રદેશ કોંગ્રેસમાં જોરદાર રાજકીય ધમ્મર વલોણું શરૂ થઇ જવા પામ્યું છે અને જોરદાર લોબીંગ અત્યારથી ચાલુ થઇ ગયું છે.

એક સાથે બન્ને ટોચના હોદ્ાઓ પર બિરાજેલા મહાનુભાવોને દુર કરીને નવી નિમણુંકો કરવાનું મોવડિ મંડળે લગભગ નક્કી કરી લીધુ છે એવા નક્કર સંકેતો ડો.શર્માએ આપ્યા હતા.

અમદાવાદમાં પત્રકારો સાથે ખાસ વાતચીત કરતા ડો.રઘુ શર્માએ જણાવ્યું હતું કે, આ મહિને જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી જશે. વિપક્ષી નેતા પણ બદલવામાં આવશે.

એ માટેની પ્રક્રિયા મોવડિ મંગળે શરૂ કરી દીધી છે. નવા ચહેરા અને સિનિયરને તક આપવામાં આવે તેવી શકયતા છે. પાટીદાર સમાજને પણ મોકો મળી શકે છે.

ડો.શર્માએ કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોને મળીને એમના મન પણ જાણયા હોવાનું કોંગ્રેસના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. ભાજપના પગલે કોંગ્રેસે પણ સંગઠનમાં વ્યાપક ફેરફારોની હિમ્મત બતાવે તેમ લાગે છે.

દરમ્યાન પ્રભારી ડો.શર્માએ જિલ્લા અને કોંગ્રેસ તાલુકા પ્રમુખો સાથે પણ બપોરે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ હાજરી આપી રહયા છે.

Read About Weather here

જિલ્લા અને તાલુકાના સંગઠનોમાં પણ વ્યાપક ફેરફારો માટે પ્રમુખોનો મત મેળવવામાં આવી રહયો છે અને સ્થાનિક નેતાઓ સાથે પણ વાતચીતનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ મહિને જ કોંગ્રેસમાં ફરેફારોના ધડાકા સંભળાય તેવી પુરી શકયતા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here