પ્રથમ મહિલા જજ

પ્રથમ મહિલા જજ
પ્રથમ મહિલા જજ
3 જૂન, 1966નાં રોજ જન્મેલી આયશા મલિકે કરાચી ગ્રામર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો જે બાદ કરાચીની જ ગવર્મેન્ટ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પાકિસ્તાન જેવા દેશમાં એક મહિલા સુપ્રીમ કોર્ટના જજ બને તે એક ચમત્કાર જ કહી શકાય. આયશા મલિક પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ બનવા જઈ રહ્યા છે. દેશના ન્યાયિક પંચે તેના નામને મંજૂરી આપી દીધી છે અને હવે સંસદીય સમિતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ પડોસી દેશ એક એવો દરજ્જો મેળવી લેશે જે ત્યાંની મહિલાઓ માટે એક સ્વપ્ન સમાન કહી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

 જે બાદ કાયદાના શિક્ષણ મેળવવા તેમને લાહોરની કોલેજ ઓફ લોમાંથી ડિગ્રી લીધી. આયશા મલિકે અમેરિકાની મેસાચ્યૂસેટ્સની હાવર્ડ સ્કૂલ ઓફ લોમાંથી LLMનો અભ્યાસ કર્યો. તેમની યોગ્યતાનું સન્માન કરતા તેમને 1998-1999માં ‘લંડન એચ ગેમૌન ફેલો’ ચૂંટવામાં આવ્યા. આયશા મલિકે પોતાના કરિયરની શરૂઆત ફખરુદ્દીન જી ઈબ્રાહિમ એન્ડ કંપનીથી શરૂ કરી અને 1997થી 2001 સુધી ચાર વર્ષ અહીં જ પસાર કર્યા. જે બાદના 10 વર્ષમાં તેઓએ ખૂબ નામ કમાવ્યું અને ઘણી પ્રખ્યાત લો ફર્મ સાથે જોડાયેલાં રહ્યાં.

Read About Weather here

વર્ષ 2012માં આયશા મલિક લાહોર હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા અને કાયદાની દુનિયામાં એક મોટું નામ બની ગયા. તેઓએ આયશાની વરિષ્ઠતા અને આ પદ માટે તેમની યોગ્યતા સામે સવાલ ઊભા કર્યા છે. જો કે ‘વીમન ઈન લો ઈનશિએટિવ-પાકિસ્તાને’ આ વિરોધના જવાબમાં આ પહેલાં 41 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે વરિષ્ઠતા વગર નિમણૂંક કરવામાં આવી. ગત વર્ષે ન્યાયિક આયોગે આ પદ માટે આયશાની નિમણૂંકનો ઈનકાર કરી દીધો હતો. પોતાના નિષ્પક્ષ અને નિડર ચુકાદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતા આયશાની હાલની નિમણૂંકને લઈને કેટલાંક જજ અને વકીલોએ વિરોધ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here