પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

1 સપ્ટેમ્બરથી સવારનાં 10 થી 12 અને સાંજે 5 થી 7 માં સંસ્થાની કાર્યાલય પરથી ફોર્મ મળશે

રાજકોટ શહેરમાં નિઃસ્વાર્થ ભાવે સદૈવ લોક કલ્યાણના કાર્યો કરતી સંસ્થા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ગરીબ નિરાધાર 11 કન્યાઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે 21 સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન તા. 5/12 રવિવાર ના રોજ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આ સમુહ લગ્નમાં સામેલ થનાર દિકરીઓને સંસ્થા દ્વારા 101 આઇટમ કરીયાવરમાં આપવામાં આવશે.

હાલ રાજકોટ શહેરમાં કોરોના મહામારીના કારણે સંસ્થા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ-અલગ જગ્યાઓ ઉપર સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે અને સમુહ લગ્નમાં સામેલ થનાર વર- કન્યા બંન્નેના ફકત ૨૫-૨૫ વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે.

તેમજ કોરોના ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને માસ્ક ન પહેરેલ વ્યકિતને સમુહ લગ્નમાં પ્રવેશ આપવામાં આવશે નહી. આ સમુહ લગ્નમાં ભોજન પ્રસાદ તથા નાસ્તો કે ચા, કોફીની વ્યવસ્થા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવેલ છે.

કત સંસ્થા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા રાખવામાં આવશે. આ સમુહ લગ્નમાં સામેલ થનાર વર- કન્યા તથા તેમના માતા પિતાએ કોરોના મહામારી ભયંકર બીમારી સામે સંસ્થાએ તૈયાર કરેલ સોગંદનામાનું ફોર્મ ભરી સંસ્થાને આપવાનું રહેશે, જે પણ વર- કન્યા દ્વારા આ સોગંદનામાનું ફોર્મ આપેલ નહી હોય તેમનું ફોર્મ રદ કરવામાં આવશે.

Read About Weather here

આ સર્વજ્ઞાતિ સમુહ લગ્નના ફોર્મનું વિતરણ તા.1/9 થી સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 ના સમય ગાળામાં સંસ્થાના કાર્યાલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી, શેરી નં. 9/અ, મીલપરા મેઇન રોડ, રાજકોટ. પરથી મેળવી લેવું.

વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ એસ. ભટ્ટ- ૯૯૨૫૦૧૭૮૮૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here