પો.કમિશનરની બદલીના વાવડથી ગાંધીનગરમાં ધુણી ધખાવતા રાજકોટના અનેક પોલીસ કર્મીઓ…!!

પો.કમિશનરની બદલીના વાવડથી ગાંધીનગરમાં ધુણી ધખાવતા રાજકોટના અનેક પોલીસ કર્મીઓ…!!
પો.કમિશનરની બદલીના વાવડથી ગાંધીનગરમાં ધુણી ધખાવતા રાજકોટના અનેક પોલીસ કર્મીઓ…!!

છુપાવી છુપાવીને સજાવ્યા છે સપના, ઉઘાડી આંખ છતા યાદ આવે છે સપના …

શનિ-રવિ સ્પે.ટુરમાં ઉપડતા ચૌક્કસ પોલીસ કર્મીઓ

‘લોભ લાલચ કે શેહ શરમમાં મળે જો તમને માન,

અરે!!એ તો ભૂલભુલામણી એ ક્યા ખરૂ સન્માન ’

શું થશે? કેવું થશે, કેમનું થશે? એમાંજ અનમોલ આજને હોમાવી બેઠો છું, જાણું છુ જે કાંઇ થશે સાંરૂ થશે, પણ સમજણને અધ્ધર માળીયે ચડાવી બેઠો છું

હમણા તાજેતરમાં 15 આઇપીએસ અધિકારીઓને પ્રમોશન મળ્યા પછી હવે સુરત વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરની બદલીની સાથે સાથે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ રેન્જ આઇજીપી તરીકે નવા ચહેરા મુકવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. હવે થોડા જ દિવસોમાં બદલીના ઓર્ડરો થશે અને પો. કમિશનર બદલાઇ જશે તે વાત બજારમાં થતાની સાથે જ શહેરના અનેક પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓએ પોતાનું સ્થાન સુરક્ષિત બનાવવા તેમજ સુરક્ષિત જગ્યાએ જવા માટે અને નવા અધિકારીને વ્હાલુ બનવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

જે ઉચ્ચ અધિકારીઓને જે નામ ફાઇનલ લાગતું હોય તેની પાસે અત્યારથી જ ધુણી ધખાવવાનું શરૂ કરી દીધુ છે. પોતાની ગોઠવણ સારી રીતે થઇ શકે તે હેતુંથી ઘણા પીઆઇ, પીએસઆઇ, અને કોન્સ્ટેબલોએ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોની શુભેચ્છા મુલાકાત લેવાની શરૂ કરી દીધી છે. મુલાકાત લઇને પોતાને કંઇક બીજા કરતા અલગ હોય અને બધુ કરી શકે તેવી તૈયારીઓ દર્શાવીને વ્હાલા બનાવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે.

પો.કમિશનર બદલશે તેવી ચર્ચાઓ તો ઘણા સમયથી ચાલી રહી હતી પણ તાજેતરમાં અંદર ખાને લીસ્ટ બની ગયુ હોવાનું ચર્ચાતા પોલીસ બેડામાં અલગ જ વાતાવરણ ઉભુ થઇ ગયું છે. અને અનેક લોકોએ જે અધિકારી પ્રો.કમિશનર તરીકે આવનાર છે તેના શહેરમાં જઇને અત્યારથી જ મિટિંગો કરવા લાગ્યા છે. અને પોતાની જગ્યા સેઇફ કરવા લાગ્યા છે. પણ જે અધિકારીઓ આવી રીતે અપ-ડાઉન નથી કરતા તે મનમાં કહી રહ્યા હશે કે ‘લોભ લાલચ કે શેહ શરમમાં મળે જો તમને માન, અરે!!એ તો ભૂલભુલામણી એ ક્યા ખરૂ સન્માન ’કહેવાય એક વાત એવી પણ ચર્ચાઇ છે.

પણ વ્હાલા થવું કોને ન ગમે?? વહીવટદાર થવાના અભરખાએ તો ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધાી છે. હવે જોઇએ સમય છે આ તો કોઇનો થયો પણ નથી અને કોઇનો થશે પણ નહીં માટે સપના જોવો કારણ કે સ્પષ્ટ ચર્ચાઇ છે કે છુપાવી છુપાવીને સજાવ્યા છે અનેકોએ સપના આંખ ઉઘાડી છતા પણ ભુલી નથી શકાતા એ સપના તેમ આ સપનાની જેમ જ મનમાં હાલમાં બધા એકજ વાત વિચારીને બેઠા હશે કે શું થશે? કેવું થશે, કેમનું થશે? એમાંજ અનમોલ આજને હોમાવી બેઠો છું, જાણું છુ જે કાંઇ થશે સાંરૂ થશે, પણ સમજણને અધ્ધર માળીયે ચડાવી બેઠો છું નો તાલ સજાઈ રહ્યો છે.

Read About Weather here

હવે આગામી દિવસોમાં એ જોવાનું રહ્યુ કે મોટા શહેરોમાં ખાધેલ ધક્કા સફળ રહેશે કે કેમ.તે જોવાનું રહ્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here