પોલીસ બસ પર આતંકીઓનું ફાયરિંગ : 2 પોલીસકર્મી શહીદ, 14 ઘાયલ

પોલીસ બસ પર આતંકીઓનું ફાયરિંગ : 2 પોલીસકર્મી શહીદ, 14 ઘાયલ
પોલીસ બસ પર આતંકીઓનું ફાયરિંગ : 2 પોલીસકર્મી શહીદ, 14 ઘાયલ
કાશ્મીરના IG વિજય કુમારે જણાવ્યું કે 25 પોલીસકર્મીઓએ લઈને જતી બસ પર 2-3 આતંકીઓએ હુમલો કર્યો. હુમલામાં 14 પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા છે. વિસ્તારમાં આતંકીઓએ પોલીસ બસ પર ફાયરિંગ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

હુમલામાં 2 જવાન શહીદ થઈ ગયા છે. 12 જવાન ઘાયલ છે. ઈજાગ્રસ્તોમાં પણ 3ની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

જેમાંથી 2 શહીદ થઈ ગયા છે. 12 જવાન ખતરાથી બહાર છે. જૈશ-એ-મોહમ્મદના ગ્રુપ કાશ્મીર ટાઈગર્સે હુમલો કર્યો હતો.હુમલો શ્રીનગરના જેવનમાં પંથા ચોકમાં થયો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનની બસ પસાર થઈ રહી હતી.

આતંકવાદીઓએ તેમની બસ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

વડાપ્રધાન મોદીએ આતંકી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ તાત્કાલિક હુમલાનો રિપોર્ટ માગ્યો છે અને ઘાયલો સ્વસ્થ બને તેવી પ્રાર્થના કરી છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ હુમલાની નિંદા કરી છે.

પોલીસની જે બસ પર હુમલો થયો છે તે બુલેટપ્રુફ ન હતી. મોટાભાગના પોલીસ કર્મચારીઓની પાસે શીલ્ડ અને લાકડીઓ જ હતી. ઘણાં ઓછા પોલીસકર્મીઓ પાસે હથિયાર હતા. આતંકીઓએ બસને રોકવા માટે ટાયર પર ફાયરિંગ કર્યું. જે બાદ બસ પર બંને બાજુથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું.

શ્રીનગર અને આજુબાજુના વિસ્તારમાં આતંકીઓની પ્રવૃતિ વધી ગઈ છે. જે બાદ અમે શહેરમાં 3-4 સફળ ઓપરેશન ચલાવ્યા છે. આજે પણ અમે બે આતંકીઓને ઠાર કર્યા છે. જે બસ આવી રહી હતી જેમાં જવાન સિટીથી પરત ફરી રહ્યાં હતા જેમાં 14 લોકો ઘાયલ થયા છે, 2 લોકો શહીદ થયા છે.

12 લોકોની સ્થિતિ યોગ્ય છે. બસ પર બે તરફથી ફાયરિંગ થયું, જેનાથી ખ્યાલ આવે છે કે ઓછામાં ઓછા 2 આતંકીઓ સામેલ રહ્યાં હશે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. જો કે મીડિયા રિપોર્ટ્સમાં 3 પોલીસકર્મી શહીદ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જમ્મુ કાશ્મીર પોલીસના પૂર્વ DGP એસપી વૈદે ભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં કહ્યું કે કાશ્મીરમાં જ્યારે કોઈ પણ પોલીસ પાર્ટીની મૂવમેન્ટ થાય છે તો એરિયા ડોમિનેશનથી તેની સુરક્ષા તૈયાર કરવામાં આવે છે.

જ્યાં હુમલો થયો છે ત્યાં CRPF, BSF, ITBP, JKPના પણ કેમ્પ છે. સામાન્ય રીતે અહીં પોલીસ મોટા પ્રમાણમાં તહેનાત હોય છે. સોમવારે શું થયું તે સમજાતું નથી. પરંતુ અહીં આ એક મોટી ભૂલ છે તે ચોક્કસ છે.

આ રીતે પોલીસ પાર્ટી મૂવમેન્ટમાં વેપન (હથિયાર) હોવા જરૂરી છે પરંતુ સમાચાર છે કે મોટાભાગના પોલીસકર્મીઓની પાસે હથિયારો જ ન હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે શ્રીનગરમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા પોલીસકર્મીઓ અંગે સાંભળીને દુઃખ થયું.

કેન્દ્ર સરકાર કાશ્મીરની સ્થિતિ સામાન્ય થવાનો કેટલો પણ દાવો કરી લે પરંતુ સત્ય એ છે કે અહીંની સ્થિતિ ખરાબ છે. દુઃખમાં ડૂબેલા પરિવારોની સાથે મારી સાંત્વના છે.

Read About Weather here

વૈદ વધુમાં કહે છે કે- મૂવમેન્ટ સમયે પ્રોટેક્શન પાર્ટી હોવી જ જોઈએ. આ તે વિસ્તાર છે જ્યાંથી સિક્યોરિટીઝ ફોર્સની મૂવમેન્ટ થતી જ રહેતી હોય છે. બની શકે છે કે આતંકીઓએ બસની મૂવમેન્ટ પર નજર બનાવી રાખી હોય અને તૈયારીની સાથે હુમલો કર્યો હોય. જે વિસ્તારમાં હુમલો થયો તે રહેણાંક વિસ્તાર પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here