પોલીસ ટીમ દ્વારા મળી આવેલ 3 વર્ષની બાળકીના પરિવારની શોધખોળ કરી સુપ્રત કરી

પોલીસ ટીમ
પોલીસ ટીમ

Subscribe Saurashtra Kranti here

પોલીસ ટીમ પી.સી.આર.-૪ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી રોડ પાછળ આવેલ સૂર્યમુખી હનુમાંજીની બાજુમાં આવેલ ખેતર પાસે એક ત્રણ વર્ષની બાળકી આજરોજ મળી આવેલ

પોલીસ ટીમની પીસીઆર વાન પેટ્રોલિંગ માં હતી ત્યારે ૩ વર્ષની બાળકી એકલી જોવા મળતા પોલીસે તે બાળકીને લઈ લીધેલ અને પૂછપરછ કરી બાળકીના પરિવાર ને શોધીને બાળકીને હેમખેમ સોંપેલ હતી.

આ અંગે ની વિગતો જોઈએ તો… પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ  તથા સયુકત પોલીસ કમિશ્નર  ખુરસીદ એહમેદ  ની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧  પ્રવિણકુમાર  તથા મદદનીશ પોલીસ કમિશ્નર  એસ.આર.ટંડેલ ઉત્તર વિભાગના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ સા એમ.બી.ઔસુરા ની સચોટ સુચના તેમજ માર્ગદર્શીકા મુજબ પો.સ્ટે વીસ્તારમા પોલીસ ટીમ પી.સી.આર.-૪ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી રોડ પાછળ આવેલ સૂર્યમુખી હનુમાંજીની બાજુમાં આવેલ ખેતર પાસે એક ત્રણ વર્ષની બાળકી આજરોજ મળી આવેલ.

જે બાબતે પો.સ્ટે વીસ્તાર તેમજ અન્ય રાજકોટ સીટીના પો.સ્ટે વીસ્તાર તેમજ પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટ શહેર મારફતે તપાસ કરવાની સુચના પો.ઇન્સ સા એમ.બી.ઔસુરા સા એ આપતા તપાસ કરતા અત્રે પો.સ્ટે વીસ્તારમાં મળી આવેલ રાધાબેન ડો/ઓ જમનભાઈ વિભાભાઈ ઉધરેજિયા જાતે દેવીપૂજક ઉ.વ.3 વાળીને તેમના પિતા જમનભાઈ વિભાભાઈ ઉધરેજિયા જાતે દેવીપૂજક ઉ.વ.35 રહે.-મોરબી રોડ સેટેલાઈટ યોક પાસે ઝૂંપડપટીમાં રાજકોટ શહેર મો.નં.-૯૩ર૮૧-૬૦૪૯૦ ને સોંપી આપેલ

Read About Weather here

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ

પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરા તથા પી.સી. રાજાભાઈ જેઠાભાઇ તથા પી.સી.આર-૪ ના ઇંચાર્જ જીગ્નેશભાઈ મનસુખભાઇ તથા ડ્રાઈવર પી.સી. મહેશભાઇ સોનારા તથા હોમગાર્ડ હિતેશભાઈ માલકીયા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here