પોલીસ આધુનિકરણ માટે રૂ.26 હજાર કરોડ ફાળવતી કેન્દ્ર સરકાર

પોલીસ આધુનિકરણ માટે રૂ.26 હજાર કરોડ ફાળવતી કેન્દ્ર સરકાર
પોલીસ આધુનિકરણ માટે રૂ.26 હજાર કરોડ ફાળવતી કેન્દ્ર સરકાર

દેશના પોલીસદળમાં સુધારા અને આધુનિક બનાવવાની યોજનાને મંજૂરી

દેશના પોલીસદળનું આધુનિકરણ કરવા અને સુધારા કરવા માટે ખાસ યોજનાને કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી દીધી છે. પોલીસદળને વધુ સક્ષમ બનાવવા તથા આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે પાંચ વર્ષનાં ગાળા માટે કુલ રૂ.26275 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જાહેર કર્યું હતું.
આ ખાસ યોજના અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલીસદળને ઝડપી અને સક્ષમ બનાવવા આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. આંતરિક સુરક્ષા વધુ મજબુત બનાવવામાં આવશે. દેશભરમાં એક નક્કર ફોરેન્સિક લેબોરેટરી વ્યવસ્થા ઉભી કરીને નશીલા પદાર્થોની હેરફેર પર કાબુ મેળવવામાં આવશે અને ફોજદારી ન્યાય પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ખૂબ જ ઉચ્ચકક્ષાની ફોરેન્સિક સાયન્સ સવલતો ઉભી કરવામાં આવશે. જેથી કરીને સાધનોનાં આધુનિકરણ થકી ગુનાની વૈજ્ઞાનિક અને સમયસર તપાસ કરી શકાય. ફોરેન્સિક લેબોરેટરી માટે કેન્દ્ર સરકારે રૂ.2080.50 કરોડની ફાળવણી કરી છે. જમ્મુ અને કાશ્મીર, બંડખોરીથી ત્રસ્ત નિશાન ભારતનાં રાજ્યોનાં સુરક્ષા ખર્ચ પેટે રૂ.18839 કરોડ જેવી જંગી રકમ કેન્દ્ર સરકારે ફાળવી છે. આ તમામ રાજ્યોમાં ત્રાસવાદી તત્વો અને ડાબેરી અંતિમવાદી પરિબળો સામે કડક પગલા લઇ તૂટી પડવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે.

Read About Weather here

ગૃહ મંત્રાલયનાં જાહેર કર્યા મુજબ રાજ્યોને આંતરિક સુરક્ષા અને ડ્રગ્સ નિયમન માટે મદદ કરતી સુરક્ષાદળોની પાંખ માટે પણ રૂ. 350 કરોડ અલગથી ફાળવવામાં આવ્યા છે. રાજ્યનાં પોલીસદળોનાં આધુનિકરણ માટે કુલ રૂ.4846 કરોડની ફાળવણી કરાઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here