એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોશીએ જણાવ્યું કે, ગત મંગળવારે રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. શહેરની યુવતીઓ, મહિલાઓની જેના શિરે સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ તંત્રમાં જ ઘર ફૂટે ઘર જાય તેવો ઘાટ સર્જાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને તેની સાથે જ ફરજ બજાવતા કોન્સ્ટેબલે જાતીય સતામણી કરી બદનામ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં અગાઉ કોન્સ.રાશિદ સંડોવાયો હોય તેને મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસ લાઇનમાં ચર્ચાઓ શરૂ થઇ હતી.મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ, તે અને રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોય બંને વચ્ચે પરિચય હોય રાશિદે કચેરીમાંથી જ પોતાના મોબાઇલ નંબર મેળવ્યા હતા.
Read About Weather here
બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહિ રોલકોલમાં પણ તે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. એક વખત રાશિદે પોતાને ઊભી રાખી જો તું મારી સાથે વાત નહિ કરે તો તારા પરિવારને બધી વાત કરી સ્ટાફમાં તેમજ સમાજમાં બદનામ કરી મારી નાંખવાની અને ચારિત્રહીનતાનું આળ મૂકી બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલા બનેલા બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતા તુરંત કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી. મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ રાશિદ શેખ સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here