પોલીસને હવે પોતાની આબરૂ બચાવવા મેદાનમાં આવવું જરૂરી

પોલીસને હવે પોતાની આબરૂ બચાવવા મેદાનમાં આવવું જરૂરી
પોલીસને હવે પોતાની આબરૂ બચાવવા મેદાનમાં આવવું જરૂરી

રાજકોટ પોલીસને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ….

‘રાજકોટ શહેર પોલીસ’ રાજકોટમાં નહીં પરંતુ ગુજરાતભરમાં ચર્ચાતું નામ. હાલમાં રાજકોટમાં તો ઠીક રાજ્યના ખુણે ખુણાના કાને પડી ગયેલુ નામ એટલે રાજકોટ પોલીસ. પણ દુ:ખની વાત એ કે રાજકોટ પોલીસનું નામ તો રોશન થયું પણ કંઇ રીતે કે જે રીતે ન થવુ જોઇએ. રાજકોટ પોલીસ સામે કથીત તોડકાંડનો આક્ષેપ થયો ત્યારથી તેની માઠી બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે કથિત તોડકાંડ સામે આવતાની સાથે રાજકોટ પોલીસ ટોક ઓફ ધ ટાઉન બની ગઇ હતી. તેની જવાળાને શાંત પાડવા માટે પોલીસ કમિશનરની બદલી કરાઇ અને પીઆઇ પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

બાદમાં રાજકોટનો હવાલો જેસીપી ખુરશીદ અહેમદને ઇન્ચાર્જ પોલીસ કમીશનર તરીકે આપવામાં આવ્યો. બાદમાં તેઓએ બદલીનો દોર શરૂ કરીને રાજકોટ પોલીસની છબી સુધારવા પ્રયત્નો શરૂ કરી દીધા અને કામગીરી પુરજોશમાં ચાલુ કરી દીધી ત્યાં ઓચિંતો એક વળાક આવ્યો દારૂકાંડનો. આ વળાંક આવતા રાજકોટ પોલીસની ગાડી ફરી પાટા પરથી ઉતરી ગઇ અને ફરી ચર્ચાના ચકડોળે ચડી. અને ફરી બદલીનો દોર આવ્યો. પણ દારૂકાંડ બાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાજ નજર રાજકોટ પર કરી છે અનેક છેલ્લા બે દિવસમાં બે મોટા દરોડા પાડીને રાજકોટ પોલીસને ઉંઘતી ઝડપી છે. હજુ આગામી દિવસોમાં શું નવી જુની થાય તે પણ કહીં ન શકાય.

સ્ટેટ મોનિટરિંગ સેલ રાજકોટમાં દરોડા પાડીને જુગાર અને દારૂ શોધી લે છે પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનના લોકો કેમ શોધી શકતા નથી તે પણ ચર્ચાનો વિષય છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા રાજકોટ પોલીસની ખરડાયેલી છાપને વધુ ખરડે છે કારણે કે જો સ્થાનીક પોલીસ ઉંઘતી હોય તો જ આવુ બની શકે?! રાજકોટ પોલીસના અધિકારીઓ અને ઉચ્ચઅધિકારીઓએે માસ્ટર પ્લાન બનાવીને રાજકોટ શહેરમાં એક્ટિવ બનીને તમામ દારૂના હાટડા, જુગારની કલબો, ગોરખધંધા સહિતની ગેરકાયદે પ્રવૃતી પર સપાટો બોલાવવાનો સમય આવી ગયો છે.

રાજકોટ પોલીસની છાપ છેલ્લા ઘણા દિવસોથી ખરડાયેલી હતી તેમાં પણ છેલ્લા બે દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલે બાજ નજર રાખી પોલીસને ઉંઘતી ઝડપીને આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. શેહ શરમ, ભલામણો, હપ્તાખોરી, સેંટીંગો બંધ કરીને પોલીસ કામ શરૂ કરે તો શહેરભરમાંથી દારૂના હાટડા, જુગારની કલબો, ગોરખધંધાઓ બંધ થઇ જશે તો તો પણ રાજકોટ પોલીસની છાપ તેની મેળે જ સુધરી જશે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિચારનો વિષય છે.

ઉચ્ચ અધિકારીઓએ રાજકોટ પોલીસની બગડતી જતી છાપને સુધારાવા તાત્કાલીક પગલા લેવા જરૂરી છે અને બદલીથી છાપ ન સુધરે તે વાત જગજાહેર છે. ફુલ એક્શન મોડમાં આવીને પોલીસને કામ કરવુ ખુબ જ જરૂરી બનતુ જણાય છે. ડીસીપી સહિતના અધિકારીઓ ફિલ્ડમાં ઉતરે તો થોડા સમયમાં જ બધી સમસ્યાનો હલ થઇ શકે તે વાત ચોક્કસ પણે કહી શકાય.

સ્થાનિક પોલીસનું નાક વાઢી લેનાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ તંત્રમાં રીતસરની દોડધામ થઈ જવા પામી છે. બીજી બાજુ તાજેતરના દિવસોમાં કાંડ શબ્દ જાણે કે પોલીસનો પીછો ન છોડતો હોય તેવી રીતે એક પછી એક કૌભાંડ બહાર આવવાને કારણે પોલીસના ગ્રહ ખરાબ ચાલી રહ્યા છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. માટે પોલીસને હવે પોતાની આબરૂ બચાવવા મેદાનમાં આવવું જરૂરી છે.

Read About Weather here

રાજકોટ પોલીસ ખરેખર પોતાની ફરજ બજાવે તો થોડા સમયમાં શહેરભરમાંથી ગુનાહિત પ્રવૃતી બંધ થઇ જાય અને પોલીસની છાપ તેની જાતે જ સુધરી જશે અને સ્ટેટ મોનિટરિંગ સેલ ગુનાખોરીના નેટવર્ક શોધશે તો પણ મળી શકશે નહીં તે વાત પણ લોકોમાં ચર્ચાઇ રહી છે. આગામી દિવસોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોઇ માસ્ટર પ્લાન બનાવીને ગુનેગારો પર તૂટી પડે તે ખૂબ જ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here