પોલીસને પરસેવો છૂટ્યો…!

પોલીસને પરસેવો છૂટ્યો…!
પોલીસને પરસેવો છૂટ્યો…!
પોલીસને દારૂની બોટલ ગણવામાં પરસેવો છૂટ્યો હતો. કારણ કે, 870 પેટીમાંથી 27 હજાર બોટલ નીકળી હતી અને તેને ગણવામાં જ એક કલાક લાગી હતી. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને પરસેવો છૂટ્યો…! પોલીસ

Read About Weather here

મોડી રાત્રે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે વડોદરા-હાલોલ રોડ ઉપર આમલિયારા પાસે વોચ ગોઠવી રાજસ્થાનથી ટ્રકમાં લાવવામાં આવી રહેલો રૂપિયા 46.68 લાખની કિંમતનો ભારતીય બનાવટનો 870 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો.વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલને માહિતી મળી હતી કે, રાજસ્થાનથી એક ટ્રક દારૂ ભરીને નીકળી છે અને આ ટ્રક હાલોલ થઈ વડોદરા તરફ જવાની છે.

આ માહિતીના આધારે તેઓએ પીએસઆઈ પી.કે. ભૂતને સૂચના આપતા તેઓ તુરંત જ સ્ટાફની મદદ લઈ હાલોલ-વડોદરા હાઇવે ઉપર આમલિયારા ગામ પાસે વોચ ગોઠવી દીધી હતી.દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા જ રોકી હતી અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં ખીચોખીચ દારૂની પેટીઓ જોવા મળતા પોલીસ ચોંકી ઊઠી હતી.

પોલીસે ટ્રકચાલક પ્રકાશસિંહ પૂનમસિંહ રાવત (રાજપૂત) રહે. દોકુડી ભીમ થાણા, તા. ભીમ, જિલ્લો રાજસમદ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. ટ્રક કબજે કરી જરોદ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.પોલીસ મથક ખાતે પહોંચી ટ્રકમાંથી દારૂની પેટીઓ ઉતારતા દારૂની 870 પેટી મળી આવી હતી.

પોલીસે રૂપિયા 46.68 લાખનો દારૂ કબજે કરવા સાથે ટ્રકચાલકનો મોબાઇલ ફોન અને ટ્રક મળી કુલ રૂપિયા 56,83,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 870 પેટી ખાલી કરીને બોટલોની ગણતરી કરતા 27000 બોટલો નીકળી હતી. પોલીસને દારૂની બોટલોની ગણતરી કરતા એક કલાક જેટલો સમય લાગ્યો હતો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્થો ટ્રકમાં લાવનાર અને દારૂ ભરીને મોકલનાર દેવીલાલ સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાન પોલીસે ટ્રકમાં દારૂ ભરીને વડોદરા તરફ આવી રહેલા ટ્રકચાલક પ્રકાશસિંહ રાવતની પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ભીલવારાના દેવીલાલે ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here