પોર્ન વિડીયો જોશો તો ઘરે આવશે પોલીસ…!

પોર્ન વિડીયો જોશો તો ઘરે આવશે પોલીસ...!
પોર્ન વિડીયો જોશો તો ઘરે આવશે પોલીસ...!
પોર્નની સર્ચિંગ કરશો તો પોલીસ તમારા ઘરે આવી જશે. પકડાશો તો પહેલી વખત વોર્નિંગ આપશે જે બાદ પણ ન માન્યા તો ધરપકડ કરશે. રાજસ્થાનમાં ઈન્ટરનેટ પર પોર્ન વીડિયો, ફોટો અને અશ્લીલ કન્ટેન્ટ જોવા કે અપલોડ કરવા પર પોલીસ હવે એક્શન લેશે. ખાસ સોફ્ટવેર (સાઈબર ડોમ)ની મદદથી તેના પર નજર રાખવામાં આવી રહી છે. તમારા IP એડ્રેસથી વારંવાર શું સર્ચ કરવામાં આવે છે, તેની માહિતી પોલીસ રાખશે. DGP એમએલ લાઠરે જણાવ્યું કે, આવી વ્યક્તિ પકડાયા બાદ પહેલા તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવશે. તેમ છતાં કોઈ ભૂલ કરશે તો સાઈબર એક્ટ હેઠળ FIR નોંધવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

DGP લાઠરે એક રિસર્ચના આધારે જણાવ્યું કે- છેલ્લાં 2 વર્ષમાં ઈન્ટરનેટનો ઉપયોગ ઘણો વધ્યો છે. રિસર્ચ મુજબ દરરોજ એક વ્યક્તિ ઈન્ટરનેટ પર 6 કલાક 36 મિનિટ વિતાવે છે.ચોંકાવનારી વાત એ પણ છે કે ગૂગલ સર્ચમાં ટોપ 20માં જે કી-વર્ડ્સ છે તે અશ્લીલ કન્ટેન્ટને સર્ચ કરે છે. આ એક ઘણી મોટી સમસ્યા છે. આવનારા દિવસોમાં આ સમસ્યાથી દરેક પરિવાર પરેશાન થશે. જો તેને કંટ્રોલ કરવામાં ન આવ્યું તે પરિણામ ઘણાં ખરાબ હશે.સાથે જ વેબ શોનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વેબ શોમાં હિંસા અને અશ્લીલતા વગર રોકટોકે દેખાડવામાં આવે છે.

આ અંગે પણ રોક લગાડવી જરૂરી છે. ટીમ આ અંગે પણ કામ કરી રહી છે.DGP લાઠરે આ વિષયને લઈને ADG GRP સંજય અગ્રવાલને જવાબદારી આપવામાં આવી છે. બાળકોથી સંબંધિત કન્ટેન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. એક રિસર્ચ મુજબ ઈન્ટરનેટ પર સગીર વયના લોકોની કન્ટેન્ટ ડાઉનલોડ કરીને મોટી સંખ્યામાં વાયરલ કરવામાં આવે છે. પોલીસે આ પ્રકારના ગુના કરી રહેલા લોકો વિરૂદ્ધ ગાળિયો વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે.એક ખાસ સોફ્ટવેર ‘સાઈબર ડોમ’થી નજર રાખવાનું કામ શરૂ થઈ ગયું છે. પોલીસ હેડક્વાર્ટરમાં તેના માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

Read About Weather here

આ ટીમ ઝડપથી એક્ટિવ થઈ જશે.સૌથી પહેલા એવા નંબરના IP એડ્રેસને ટ્રોસ કરવામાં આવશે જેના પર વારંવાર પોર્ન કન્ટેન્ટ સર્ચ અને ડાઉનલોડ કરવામાં આવે છે. જેમાં બાળકો સાથે સંબંધિત પોર્ન કન્ટેન્ટ જોનારા વિરૂદ્ધ પોલીસની બારીક નજર રહેશે. સતત પોર્ન કન્ટેન્ટ જોનારાઓના નંબર લોકેટ કરવામાં આવશે. પોલીસ તે વ્યક્તિની ઘરે પહોંચશે. પરિવારના સભ્યોની સામે તેઓ પોતે પણ શરમ અનુભવશે. તેને સમજાવવામાં આવશે. જે બાદ પણ જો તે નહીં માને તો સાઈબર એક્ટમાં કાર્યવાહી થશે.પૂછપરછ કરવામાં આવશે અને આ નંબરથી ઈન્ટરનેટ કોણ ચલાવે છે. પરિવારનો જે પણ સભ્ય સામે આવશે તેની પોલ ખોલવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here