પોર્ન કેસમાં ધરપકડ નહીં થાય…!

પોર્ન કેસમાં ધરપકડ નહીં થાય...!
પોર્ન કેસમાં ધરપકડ નહીં થાય...!
બેંચની સામે પાંડે તરફથી એડવોકેટ ઓન રેકોર્ડ સોયબ કુરેશી તથા એડવોકેટ સંદીપ બજાજની સાથે એડવોકેટ આદિત્ય ચોપરાએ દલીલો કરી હતી.પૂનમ પાંડેએ ગયા વર્ષે પોર્ન રેકેટમાં આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સુપ્રીમ કોર્ટે મંગળવાર, 18 જાન્યુઆરીના રોજ એક્ટ્રેસ તથા મોડલ પૂનમ પાંડેને પોર્ન વીડિયો કેસમાં ધરપકડમાંથી વચગાળાની સુરક્ષા આપી છે. આ કેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સાથે જોડાયેલો છે. જસ્ટિસ વિનીત સરન તથા જસ્ટિસ બીવી નાગરત્નાની બેંચે પૂનમ પાંડેની અરજી પર આ આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમે કહ્યું હતું, ‘અપીલકર્તા (પૂનમ પાંડે) વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ના થાય, નોટિસ ઇશ્યૂ કરવામાં આવે.’આ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

પૂનમની અરજીને બોમ્બે હાઇકોર્ટે 25 નવેમ્બર, 2021ના રોજ ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂનમે સુપ્રીમમાં અપીલ કરી હતી.મધુકર કૃષ્ણ કેની નામના વ્યક્તિએ કેટલીક સાઇટ તથા અશ્લીલ સામગ્રીવાળા ઓનલાઇન પ્લેટફોર્મ વિરુદ્ધ કરેલી ફરિયાદ બાદ આ કેસ સામે આવ્યો હતો.

પૂનમે પોતાની અરજીમાં કહ્યું હતું કે તે આમાંથી એક પણ પ્લેટફોર્મની ભાગીદાર કે માલિક નથી, પરંતુ તેના વિરુદ્ધ ફરિયાદ હતી કે કેટલાક સાઇટ્સ પર તેના કેટલાંક વીડિયો છે. તે આ કેસમાં આરોપી નહીં, પણ પીડિતા હતી. તેણે દાવો કર્યો હતો

કે 2015માં કેન્દ્ર સરકારે કેટલીક અશ્લીલ સાઇટ્સ પરના તેના તમામ વીડિયો બ્લોક કરી દીધા છે.બે મહિના પહેલાં રાજ કુંદ્રાના એડવોકેટ પ્રશાંત પાટીલે કહ્યું હતું, ‘પ્રોસિક્યૂટર એ તર્ક આપવા માગે છે કે શર્લિન ચોપરા તથા પૂનમ પાંડેના વીડિયો ક્રિમિનલ સબ્જેક્ટ છે.

Read About Weather here

ખરી રીતે શર્લિન તથા પૂનમે કહ્યું હતું કે તેમણે જાતે આ રીતના વીડિયો બનાવ્યા છે અને તેમણે વ્યવસાયિક લાભ લેવા માટે આમ કર્યું હતું.’ આ રેકોર્ડની વાત છે કે કુંદ્રાએ આ વીડિયો બનાવવામાં તથા ડિસ્ટ્રીબ્યૂશન કરવામાં કોઈ ભૂમિકા ભજવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here