પોરબંદરમાં મકરસંક્રાંતિની રાતે રાજકીય મનદુ:ખમાં ‘ડબલ મર્ડર’

પોરબંદરમાં મકરસંક્રાંતિની રાતે રાજકીય મનદુ:ખમાં ‘ડબલ મર્ડર’
પોરબંદરમાં મકરસંક્રાંતિની રાતે રાજકીય મનદુ:ખમાં ‘ડબલ મર્ડર’

શહેરભરમાં સનસનાટી, ભાજપના કાર્યકર સહિત 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ: બે કાર સામસામે અથડાયા બાદ બન્ને જૂથો સામસામા એક જૂથના ગોળી બારમાં સામા પક્ષે બેના ઢીમ ઢળી ગયા

મકરસંક્રાંતિની રાત પોરબંદર માટે લોહી ભીની બની ગઇ હતી. શહેરના ઝુરીબાગ પાસે બે જૂથો વચ્ચે સામસામી અથામણ થતા અને એક જૂથ દ્વારા પાંચ થી છ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવતા બેનાં મોત થયાનું જાહેર થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ડબલ મર્ડરની આ ઘટનાને પગલે પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતરી પડયા હતા. ભાજપના કાર્યકર હાઝા ઓડેડરા સહિત 11 શખ્સો સામે હત્યા બદલ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાથી પોરબંદરમાં સનસનાટી મચી ગઇ હતી. લાંબા સમય બાદ રાજકીય વેરઝેરમાં હત્યાઓ થવાની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર મકરસંક્રાંતીની રાતે સામસામે કાર અથડાયા બાદ બે જૂથો આમને સામને આવી ગયા હતા. અથડામણ દરમ્યાન એક જૂથના ગોળીબારમાં રાજ કેસવાલા અને કલ્પેશ ભુતીયાને ગોળીઓ વાગતા બન્નેના સ્થળ પર મોત થયા હતા. ડબલ મર્ડરના મુખ્ય આરોપી હાઝા ઓડેદરા અને ભાજપના સુધરાઇ સભ્યના પુત્ર સહિત 11 સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

Read About Weather here

નગરપાલિકાની ચૂંટણીના જૂના મનદુ:ખને લઇને બે જુથો વચ્ચે માથાકુટ થયા બાદ મામલો ગરમ થઇ ગયો હતો અને ગોળીબારમાં બે જણાની હત્યા થઇ ગઇ હતી. અથડામણમાં ઇજા પામેલા વનરાજ કેસવાલાનો ભાઇ જે-તે સમયે ચૂંટણી લડયો હતો ત્યારથી બે જૂથો વચ્ચે માથાકુટ ચાલી રહી હતી. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here