પોપટને લાગી અફીણની લત…!

પોપટને લાગી અફીણની લત...!
પોપટને લાગી અફીણની લત...!
નીલ ગાયને રોકવા માટે ખેડૂતોએ ખેતરોની ચારે બાજૂ તાર બાંધ્યા છે. અત્યાર સુધી તમે માણસોને નશો કરતા જોયા હશે પરંતુ રાજસ્થાનમાં પક્ષીઓ અને નીલ ગાયને પણ નશો કરવાની લત લાગી ગઈ છે. આ જાનવરો અફીણનો નશો કરે છે. અફીણના ખેતરોની ચારે બાજૂ આખો દીવસ ફરતા હોય છે.  તેમ છતા નશાના બંધાણી થઈ ચૂકેલા જાનવર ગમે તે રીતે ખેતરની અંદર પહોચી જાય છે.રાજસ્થાનના ભીલવાડા, ચિતૌડગઢ અને પ્રતાપગઢમાં અફીણની ખેતી થાય છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી લઈને માર્ચ સુધી અફીણના છોડમાંથી નીકળતા બીજમાં ચીરો લગાવવામાં આવે છે.
પોપટને લાગી અફીણની લત...! અફીણ

Visit Saurashtra Kranti Homepage here

આ દિવસોમાં પોપટ છોડ પર આવીને બેસી જાય છે. તેઓ છોડની ડાંડી તોડીને બીજી જગ્યાએ લઈ જઈને ખાય છે. ખેડૂતો ઘંટડી વગાડી તેમને ઉડાવવાનો પ્રયત્ન કરતા હોય છે પણ નશાની લતના કારણે પોપટ ફરી પાછા છોડ પર આવીને બેસી જતા હોય છે. પોપટ સિવાય રાતના સમયે નીલગાય પણ છોડને ખાઈને કિનારે બેસી જાય છે.ખેડૂતોનું કહેવું છે કે પાકને બચાવવા માટે 24 કલાક તેની સંભાળ રાખવી પડે છે. પૂરા ખેતરને પેક કરવામાં આવે છે તેમ છતા ખબર નહીં પોપટો ક્યાયથી પણ આવીને છોડ પર બેસી જાય છે. જૂદા-જૂદા સમયે પરિવારના સભ્યો ચોકીદારી કરે છે અને પશુ-પક્ષીઓને ભગાવે છે.ખેડૂતોએ જણાવ્યું કે માત્ર જાનવરોના કારણે અમે હેરાન થઈએ છીએ એવુ નથી.

અમને વિભાગ તરફથી અફીણની ખેતીનું લાયસન્સ આપવામાં આવે છે. નિશ્ચિત માત્રામાં પેદાશ કરી અફીણ સરકારને જમા કરાવવાનું હોય છે. અફીણ ખૂટવા પર મોંઘી કિમતોમાં ખરીદીને તેમને જમા કરાવવુ પડે છે. પાક પરથી અફીણનું દૂઘ ચાટી લેવાના કારણે પેદાશમાં ઘટાડો થાય છે અફીણના પાક માટે નારકોટિક્સ બ્યૂરો લાયસન્સ આપે છે. આ વખતે વર્ષ 2018-19, 2019-20 અને 2020-21 દરમિયાન ખેતી કરનારને પહેલા પ્રાથમિકતા આપવામાં આવી છે.

Read About Weather here

2020-21 દરમિયાન લાયસન્સ આપતા સમયે ખેડૂતો સામે શરત રાખવામાં આવી હતી કે તેમની ઉપજ 4.2 કિલોગ્રામ પ્રતિ હેક્ટરથી ઓછી ન હોય.રાજસ્થાનના ભીલવાડા, ચિતૌડગઢ અને પ્રતાપગઢમાં અફીણની ખેતી થાય છે. આ વર્ષે ભીલવાડા અને ચિતૌડગઢને ભેગા કરી 251 ગામની આશરે 577.36 હેક્ટર જમીન પર પાક ઉગાવવામાં આવ્યો છે. . બિલૌજિયાના 4 ગામોમાં 38 ખેડૂતોએ 3.68 હેક્ટર, જહાજપુરના 18 ગામોમાં 147 ખેડૂતોએ 13.94 હેક્ટર, માંડલગઢના 48 ગામોમાં 430 હેક્ટર અને કોટડીના 21 ગામોમાં 561 ખેડૂતોએ 57.35 હેક્ટરમાં અફીણનો પાક કર્યો છે.ભીલવાડાના 4291 ખેડૂતોને અફીણની ખેતી માટે લાયસન્સ આપવામાં આવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here