પેટ્રોલમાં ભાવવધારાનાં એંધાણ…!

મોંઘાં બનતાં ઈંધણ…!
મોંઘાં બનતાં ઈંધણ…!
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના ચુંટણી પરિણામો બાદ પેટ્રોલના ભાવમાં વધારો શરૂ થશે તેવી વાતોએ જોર પકડયું હતું ત્યારે જ ગુજરાતમાં રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના 7 જિલ્લાઓમાં પેટ્રોલની કૃત્રિમ અછત સર્જાઇ શકે છે. જામનગરના વાડીનાર રિફાઇનરીથી નાયરા એનર્જી (અગાઉની એસ્સાર ઓઇલ) સૌરાષ્ટ્રમાં પેટ્રોલની સપ્લાય કરે છે. મંગળવારે કોઈ પણ કારણ આપ્યા વગર જ કંપની પેટ્રોલનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગ તેમજ અન્ય પેટ્રોલિયમ કંપનીઓને તાત્કાલિક અસરથી પત્ર લખી અને દરમિયાનગીરી કરવા માટે કહ્યું છે. પત્રમાં લખ્યા મુજબ નાયરા એનર્જી પાસેથી IOC, BPCL અને HPC પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરે છે. કંપનીએ કોઈ પણ આગોતરી જાણકારી વગર જ પેટ્રોલની સપ્લાય બંધ કરી દેતા સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં પેટ્રોલની અછત ઊભી થવાની દહેશત છે.

ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ સાત જિલ્લાઓમાં 900થી વધુ પેટ્રોલપંપ આવેલા છે અને તેમની રોજની ખપત આશરે 20 લાખ લિટર પેટ્રોલની છે. કંપનીએ અચાનક જ પેટ્રોલની સપ્લાય અટકાવી દેતા પેટ્રોલ પંપ પર હવે ગુરુવાર સાંજ સુધી ચાલે તેટલો જ જાતતહો બાકી છે. જો સપ્લાય નિયમિત શરૂ નહીં થાય તો લોકોને ભારે મુશ્કેલી ઊભી થશે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ગુજરાતના હેડ એમ. અન્ના દુરૈએ ફેડરેશનને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર પાંચ દિવસોથી ગભરાટમાં લોકો વધારે ખરીદી કરી રહ્યા છે જેના કારણે વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. અમે આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છીએ. સપ્લાયને નિયમિત કરવા માટે પુરવઠાની અમુક માત્રા રાજકોટ ડેપોમાં શિફ્ટ કરી છે.

Read About Weather here

આ અંગે પેટ્રોલ-સંચાલકો સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી હતી જેના કારણે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધતાં નથી. નાયરા દ્વારા સપ્લાય અચાનક બંધ કરી દેવી તે આ વાતને સમર્થન આપે છે. પરિણામો બાદ ભાવ વધવાની શક્યતાને નકારી ન શકાય બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આ સ્થિતિમાં હવે પેટ્રોલના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here