પૂર્વ સાંસદની પત્ની પાસેથી 213 કરોડ રૂપિયા રોકડા મળ્યા…!

પૂર્વ સાંસદની પત્ની પાસેથી 213 કરોડ રૂપિયા રોકડા મળ્યા…!
પૂર્વ સાંસદની પત્ની પાસેથી 213 કરોડ રૂપિયા રોકડા મળ્યા…!
યુક્રેનના પૂર્વ સાંસદ ઈગોર કોવિસ્કીની પત્ની એનેસ્તેસિયાને હંગેરી બોર્ડર પર રોકવામાં આવી. યુક્રેનની સેના જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ રશિયા વિરૂદ્ધ જંગમાં સામેલ છે. અત્યાર સુધીમાં લગભગ એક હજાર લોકો માર્યા ગયા છે. પરંતુ કેટલાંક કરપ્ટ રાજકારણીઓ પણ છે જેઓ બધું સમેટીને દેશ છોડીને ભાગી રહ્યાં છે. આવો જ એક મામલો સામે આવ્યો છે. તેની પાસેથી 6 સૂટકેસમાં લગભગ 28 લાખ ડોલર રોકડા મળ્યા. ઈન્ડિયન કરન્સી મુજબ આ રકમ લગભગ 213 કરોડ રૂપિયા થાય છે. હાલ એન્સ્તેસિયાની હંગેરીના કસ્ટમ ડિપાર્ટમેન્ટે અટકાયત કરી છે. અને તેમની પાસેથી મળેલી રોકડ અંગે પૂછપરછ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા રિપોટ્સ મુજબ ઈગોર થોડો સમય પહેલા સુધી યુક્રેનના સૌથી પૈસાદાર રાજકારણીમાંથી એક હતા. રાજનીતિ ઉપરાંત તે મોટા બિઝનેસમેન પણ છે. એનેસ્તેસિયા પોતે પણ મોડલ હતી. જો પકડાયેલી આ રકમ કાયદેસર રીતે યોગ્ય હશે તો ઈગોર અને તેની પત્નીને પુરાવાઓ આપવા પડશે.જો તેઓ એવું ન કરી શક્યા તો હંગેરીના કાયદા મુજબ તેમને દંડની સાથે સજા પણ મળી શકે છે. હંગેરીના કસ્ટમ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું- જો એનેસ્તેસિયા પોતાને નિર્દોષ સાબિત નહીં કરી શકે તો તેના પર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.રિપોટ્સ મુજબ એનેસ્તેસિયા વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જો કે હજુ સુધી તેની ધરપકડ નથી થઈ.

એનેસ્તેસિયા પોતે એક પૂર્વ મોડલ છે. તેનો પતિ યુક્રેનના સૌથી પૈસાદાર સાંસદ રહી ચુક્યો છે.

Read About Weather here

તેની હાલ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. આ વચ્ચે ઈગોરે પત્નીનો બચાવ કર્યો છે. કહ્યું- મારી પત્ની પ્રેગ્નેટ છે. બાળકનો જન્મ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્વક થાય તે માટે તે હંગેરી ગઈ છે. તેની પાસે આટલી રોકડ ન હોઈ શકે. આ નિવેદનના થોડા સમય પછી ઈગોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જ બંધ કરી દીધું. તેમની પત્નીએ પણ હંગેરીના કસ્ટમ ઓફિશિયલ્સને હજુ સુધી તે નથી જણાવ્યું કે તે આ કેશ ક્યાંથી લાવી, કેમકે તેનો પતિ દાવો કરે છે કે તેને આ અંગે કોઈ જ માહિતી નથી.જેવી જ હંગેરી બોર્ડર પર પત્નીની ધરપકડ અને તેની પાસેથી કેશ જપ્ત થયા હોવાના સમાચાર આવ્યા તો ઈગોરે સૌથી પહેલા આ અંગે ચોખવટ કરી. કહ્યું- મારી પાસે જેટલા પણ પૈસા છે, તે બધાં યુક્રેનની બેંકમાં છે. હજુ સુધી મેં કોઈ કેશ કાઢી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here