પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં શરૂ થયેલો પ્રોજેકટ અભેરાઇ પર?

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં શરૂ થયેલો પ્રોજેકટ અભેરાઇ પર?
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં શરૂ થયેલો પ્રોજેકટ અભેરાઇ પર?

વડાપ્રધાન મોદીના માનીતા પ્રોજેકટ આજી રિવરફ્રન્ટનું કામ કયારે પુરૂ થશે?
નરેન્દ્ર મોદીએ એમના મુખ્યમંત્રી કાળમાં આજી નદી શુધ્ધિ કરણની સૂચના આપી હતી

એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર હતા એ સમયે એમણે આપેલી સુચના અને લાગણીઓને માન આપીને આજી નદી શુધ્ધી કરણમાં આજી રિવરફ્રન્ટની યોજનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમના કાર્યકાળ દરમ્યાન મંજુરી આપી હતી

Visit Saurashtra Kranti Homepage here

અને મોટા જોરશોર અને પ્રચાર સાથે આ મહત્વપૂર્ણ પ્રોજેકટ શરૂ થયો હતો. પરંતુ લાગે છે કે, રાજકોટની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ અને શહેરીજનો જેની આતુરતાથી રાહ જોઇ રહયા છે. તેવા આજી રિવરફ્રન્ટની કામગીરી કોઇ અક્કડ કારણોસર હજુ પુરી થઇ નથી. ગોકળ ગાયની ગતિથી કામગીરી ચાલી રહી છે.

આંતરીક માહિતગાર સુત્રો એવું કહી રહયા છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસન કાળનાં મોટા ભાગના પ્રોજેકટને હાલ થંભાવી દેવાયા છે. એમાનો એક પ્રોજેકટ આજી નદી શુધ્ધી કરણનો હોવાનું મનાઇ છે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાગણી જેની સાથે સંકળાયેલી છે એવો આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ અને આજી નદીના કાંઠે બીરાજતા રામનાથ મહાદેવ મંદિર નવીનીકરણ તથા વિસ્તૃતીકરણનો પ્રોજેકટ પુરો થશે કે કેમ? એ અંગે જાતજાતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે હતા એ સમયે એમણે આજી નદી શુધ્ધી કરણની લાગણી વ્યકત કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. એ પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા ત્યારે આજી રિવરફ્રન્ટ યોજના તૈયાર કરવામાં આવી હતી.

આજી નદીના 11 કિલો મીટર લાંબા કાંઠાનો વિકાસ કરીને રિવરફ્રન્ટ બનાવવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના માટે જરૂરી પર્યાવરણીય નો ઓબજેકશન સર્ટીફિકેટમાં રાજકોટ મનપાએ મેળવી લીધુ હતું.

રાજયના પર્યાવરણ વિભાગ પાસેથી પણ મંજુરી મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજય સરકારે રૂ.1181 કરોડના પ્રોજેકટને મંજૂરી માટે કેન્દ્ર સરકારમાં ગ્રીન ટ્રીબીલન માટે મોકલાવ્યો હતો.

આખી પ્રક્રિયા પુરી થયા બાદ મેગા પ્રોજેકટની કામગીરી શરૂ થઇ હતી. પરંતુ અત્યારે એકાએક તેની ઝડપ ઘટી ગઇ છે અને પ્રોજેકટ અધ્ધર તાલ થઇ ગયો હોય તેવું દેખાય છે.

Read About Weather here

શું આ કામ સમયસર પુરૂ થશે? અને મોદીજીની લાગણીને સ્પર્ષતો આ પ્રોજેકટ પરીપુર્ણ કરવામાં આવશે ખરો? એવા એવા અનેક સવાલો રાજકીય અને સામાજીક જનજીવનમાં ચર્ચાઇ રહયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here