પુરવઠાનું નવું પરાક્રમ : વોર્ડ નં.14 અનેક કુપન ધારકો માલથી વંચિત

પુરવઠાનું નવું પરાક્રમ
પુરવઠાનું નવું પરાક્રમ

ગ્રાહકોના ટોળાનો આક્રોશ જોઈ ધારાસભ્ય ગોવિદ પટેલે પુરવઠા અધિકારી પૂજા બાવળાને ફોનમાં તતડાવી નાખ્યા

દુકાનધારકે બે મહિનાનો રજા રિપોર્ટ મુક્યો; પુરવઠા શાખાના અધિકારીએ જવાબદારીની ફેકાફેકી કરતા અન્ય દુકાનધારકોને ચાર્જ સોંપવામાં અવઢવ

પુરવઠા શાખાના હેડ ક્લાર્ક નિલેષ ધ્રુવ ખોટું બોલ્યા!

વોર્ડ નંબર 14 ગ્રાહકોની રજુઆત ધારાસભ્ય ગોવિદ પટેલ સુધી પહોંચી હતી.પરંતુ પુરવઠા શાખાના હેડ ક્લાર્કને પાંચ દિવસ પૂર્વે ધારાસભ્ય ગોવિદ પટેલના લેટરપેડ ઉપર રજુઆત મળી હોવા છતાં પુરવઠા શાખાનું પાપ છુપાવવા માટે ઢાંક પીછોળો કર્યો હતો.હાલ સુધી કોઈ ધારાસભ્ય કે ગ્રાહકોની અરજી કે રજુઆત મળી ન હોવાનું કહી પોતે અજાણ બની ગયા હતા.ખરેખર અધિકારીઓ પોતાની ભૂલ છુપાવવા માટે આ હદ સુધી ખોટું બોલતા હોય તે જાણીને ગ્રાહકોમાં પણ ભારે આશ્ચર્ય જાગ્યું છે. આ બનાવ અંગે પુરવઠા અધિકારી પુજા બાવડા પણ અજાણ હોવાનું કહયું હતું. ધણા સમયથી કોઇ લેખીત અરજી કે કંઇ મળ્યું ન હોવાનું કે કોઇએ જાણ કર્યા ન હોવાનું જણાવીને માહિતી છુપાવી.


Subscribe Saurashtra Kranti here

રાજકોટના વોર્ડ નંબર 14 માં આનંદ નગર વિસ્તારમાં આવેલાઈ સસ્તા અનાજની દુકાનનો સંચાલક બે મહિનાનો રજા રિપોર્ટ આપી રજા ઉપર ઉતરી જતા કુપનધારકો રઝળી પડ્યા હતા.આ તમામ કુપનધારકોને પૂરવઠા વિભાગના આયોજનના અભાવે સમયસર સસ્તું અનાજ નહીં મળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.આ સમસ્યા અંગેની જાણ ધારાસભ્ય ગોવિદ પટેલ સુધી પહોંચતા પૂરવઠા અધિકારીને ખખડાવી નાખી લેખિતમાં રજુઆત કરી ગ્રાહકોને સમયસર અનાજ મળે તેવી વ્યવસ્થા કરી આપવાનું જણાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

વોર્ડ નંબર 14 માં આનંદ નગર કોલોનીમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા હાસાનંદ ભોજરાજ ગોપાલાણીએ બીમારીના કારણે બે મહિનાનો રજા રિપોર્ટ જમા કરાવી રજા ઉપર ઉતરી જતા કુપનધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. રાજકોટ કલેકટર કચેરીમાં પૂરવઠા વિભાગના જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાના માર્ગદર્શન હેઠળ અધિકારીની ટીમે કોઈ પણ અલયાદી વ્યવસ્થા કરવામાં નિષફળ નિવડતા ગરીબ કૂપન ધારકો રઝળી પડ્યા હતા. બે મહિના સુધી આમ તેમ ભટકવા છતાં પણ એક પણ કણ અનાજ નહીં મળતા રોષ ભભૂકી ઉઠ્યો હતો.જ્યારે ગરીબ કુપનધારકોને દક્ષિણ મામલતદાર મામલતદાર કચેરીએથી પણ કોઈ યોગ્ય જવાબ નહીં ટોળું ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ પાસે દોડી જઇ લેખિતમાં રજુઆત કરી હતી.

Read About Weather here

ધારાસભ્ય ગોવિદ પટેલે તાકીદે પુરવઠા અધિકારી પૂજા બાવળાને ખખડાવી નાખી ગ્રાહકોને સમયસર અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જ્યારે પૂરવઠા અધિકારી પોતાનો ક્યાંયને ક્યાંય આયોજનમાં અભાવ રહી ગયાની જાણ થતાં ચુપકીદી સેવી લીધી હતી.પછી પોતાના આયોજનની ખામી સુધારવા માટે તે દુકાનનો ચાર્જ મેઘાણીનગરમાં સસ્તા ભાવની દુકાન ધરાવતા રંજનબેન વી ખખરને સોંપી દીધો હતો.પરંતુ પૂરવઠા તંત્રમાંથી રેગ્યુલર અનાજધારકોનો જ પુરવઠો મળ્યો હતો. અન્ય ફાળવાયેલા કુપનધારકોનો પુરવઠો નહિ મળતા ગ્રાહકોના ટોળાએ ત્યાં પણ શાબ્દિક ટપાટપી કરી હતી.મામલતદાર કચેરીમાંથી મળેલા પત્રક મુજબ માત્ર 15 ગ્રાહકોને જ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બે મહિના સુધી અનાજ વગર રઝળી પડેલા ગ્રાહકોનો અવાજ પુરવઠા અધિકારી પૂજા બાવળાના કાન સુધી અથડાયો નહોતો.હાલ સુધી પુરવઠા વિભાગમાં સંકલન અને આયોજનના અભાવે ગ્રાહકો અનાજથી વંચિત રહ્યા હતા.ઘણા ગ્રાહકોને હસનવાળી પાસે સસ્તા અનાજની દુકાન ધરાવતા દિપક વાઘવાણી પાસે થી મળશે તેવું જણાવતા ગ્રાહકો પણ ત્યાં દોડી ગયા હતા. પરંતુ ત્યાં પણ પુરવઠા અધિકારીએ કોઈ પ્રકરનો અનાજનો જથ્થો નહિ મળ્યો હોવાની જાણ થતાં હતાશ થઈ ગયા હતા.સી.એમ રૂપાણીના હોમટાઉનમાં આવી જવાબદારીની ફેકાફેકી જોઈને ગરીબ ગ્રાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here