પુત્ર જ પરિવારનો અંત બન્યો

પુત્ર જ પરિવારનો અંત બન્યો
પુત્ર જ પરિવારનો અંત બન્યો
લખનઉમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાના મામલે પોલીસ માનવામાં ન આવે તેવો ખુલાસો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી રિટાયર્ડ થયેલા ડેપ્યુટી મેનેજર પિતા મહમૂદ અલી ખાં, તેમના પત્ની દરક્ષા અને નાના પુત્રની હત્યાના મામલે પોલીસે મોટા પુત્ર સરફરાઝની ધરપકડ કરી છે. ઘટનાનો ખુલાસો થયા બાદ લોકોને વિશ્વાસ નથી થતો કે એક પુત્ર પોતાના પરિવારનો હત્યારો કઈ રીતે હોય શકે. જે માતાએ જન્મ આપ્યો, જે પિતાએ તેનો ઉછેર કર્યો અને જે નાના ભાઈને તેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યો, તેમની જ આવી ઘાતકી રીતે એક પુત્ર કે ભાઈ હત્યા કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસને ગુમરાહ કરવા માટે ત્રણ મૃતદેહને આરોપીએ પોતાની જ કારથી અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા. તેને પોતાના પરિવારની હત્યા કરવાનો કોઈ જ અફસોસ નથી.6 જાન્યુઆરીએ સરફરાઝના નાના ભાઈ શાવેઝની લાશ રસ્તા પર મળી હતી, તેની હજુ ઓળખ પુરી થઈ જ ન હતી કે 8 જાન્યુઆરીએ એક અજ્ઞાત પુરુષ અને 13 જાન્યુઆરીએ એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો. પોલીસે ત્રણેય હત્યાની કડિઓને જોડવાના પ્રયાસ કરી રહ્યાં હતા ત્યારે ખ્યાલ આવ્યો કે વિકાસ નગર વિસ્તારમાંથી ત્રણ લોકો લાપતા છે. તપાસ આગળ વધી તો તેમની ઓળખ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના રિટાયર્ડ ડેપ્યુટી મેનેજર પિતા મહમૂદ અલી ખાં અને સરફરાઝની માતા દરક્ષા તરીકે થઈ.

પોલીસ પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું કે તેને લગભગ પાંચ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા, જેનાથી પરિવારના લોકો નારાજ હતા. આ કારણે ઘરનાં સભ્યો તેને ઈગ્નોર કરતા હતા. જેના કારણે તે ચાર-પાંચ વર્ષથી કોલકાતા અને બેંગલુરુમાં રહેતા હતા. ઘરના લોકો નાના ભાઈની સામે તેનું કંઈજ ચાલવા દેતા ન હતા. સાથે જ તેને વશમાં કરવામ માટે તાંત્રિક વિધિ કરાવતા હતા કે જેથી તે તેમની બધી જ વાત માને અને ઘરવાળાની નોકરી કરે.

સીઓ નવીન શુક્લાના જણાવ્યા મુજબ, ઓગસ્ટમાં બહેનના નિકાહની તેને જાણકારી મળી. સરફરાઝે ત્યારે જ પરિવારના લોકોની હત્યા કરવાની યોજના શરૂ કરી દીધી. તેના માટે તેને વૈકુંઠ ધામમાં કામ કરતા અનિલનો સંપર્ક કર્યો. તેને 1.80 લાખ રૂપિયાની સોપારી આપીને હત્યા કરવા માટે તૈયાર કર્યો. જે બાદ 27 નવેમ્બરે, 2021નાં રોજ બહેનના નિકાહ હતા તેથી તે પોતાના ઘરે આવ્યો અને ત્યાં જ રોકાય ગયો. તક મળતાં જ 5 જાન્યુઆરીએ પરિવારના સભ્યોની હત્યા કરી દીધી.
એસપી ગ્રામીણ હ્રદેશ કુમારે જણાવ્યું કે, 5 જાન્યુઆરીએ સરફરાઝ અને અનિલે દાળમાં 80 જેટલી ઊંઘની ગોળી નાખી દીધી હતી. જ્યારે માતા-પિતા અને ભાઈ ગાઢ નિંદરમાં સુઈ ગયા, તે બાદ બંને આરોપીઓએ તે રાત્રે જ ત્રણેયના ગળા કાપી નાખ્યા. જે બાદ પોલીસને ગુમરાહ કરવા ત્રણેયના મૃતદેહને પોતાની કારમાં મૂકીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા.

હરદોઈ સંડીલામાં રહેતા સાઢૂ સલીમના જણાવ્યા મુજબ, સરફરાઝે ઘરવાળાની વિરૂદ્ધમાં લવમેરેજ કર્યા હતા. જેની જાણકારી મળ્યા બાદ પરિવારે તેનો વિરોધ કર્યો. તેની હરકતથી પરિવારના તમામ લોકો પરેશાન હતા. સરફરાઝ આવું પગલું ભરશે તે તો કોઈએ વિચાર્યું જ ન હતું. તો આ ઘટના બાદ તેમની દીકરી અનમની રડી-રડીને દયનિય હાલત છે.

કોઈને શંકા ન જાય તે માટે સરફરાઝે બધાં લોકોને જણાવ્યું કે પરિવારના લોકો જમ્મુ-કાશ્મીર ગયા છે. ત્યાં કોઈ કારણસર ફસાય ગયા છે. આ દરમિયાન કોઈ ઘરે ન આવી જાય તેથી બધાંને કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે. સરફરાઝે હત્યાની યોજના ફિલ્મી સ્ટાઈલમાં બનાવી હતી. તેને હતું કે તે પકડાશે નહીં. જ્યારે ઘણાં દિવસ સુધી માતા-પિતા સાથે કોઈ વાત ન થઈ તો બહેન અનમને શંકા ગઈ હતી.

બહેનની શંકા દૂર કરવા માટે સરફરાઝે 13 જાન્યુઆરીએ ફ્લાઈટથી જમ્મૂ ગયો. ત્યાંથી બહેન અનમને ભાઈ શાવેઝના મોબાઈલથી કાશ્મીરમાં ફસાયા હોવાની જાણકારી આપી કે જેથી તેને વિશ્વાસ થઈ જાય કે આખો પરિવાર કાશ્મીરમાં છે. પરંતુ જ્યારે ત્રણેયના કોલ ડિટેઈલ અને લોકેશન કાઢવામાં આવ્યા તો જાણકારી મળી કે ઘટનાવાળા દિવસે ત્રણેયમું લોકેશન લખનઉમાં જ હતું.

ત્રણ અજાણ્યા મૃતદેહ અને વિકાસનગર વિસ્તારમાંથી ત્રણ લોકો ગુમ થયા હોવાની જાણકારી મળ્યાં બાદ પોલીસને સરફરાઝ પર શંકા ગઈ. જે બાદ પોલીસે સરફરાઝની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી, જે બાદ તેને ગુનો કબૂલ્યો હતો. બુધવારે સવારે 11 વાગ્યે નિરીક્ષણ કરવા પોલીસ તેના વિકાસ નગર સ્થિત ઘરે પહોંચી તો ત્યાં લોહીથી લથબથ ગાદલાં અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર મળી આવ્યું હતું.

ઈન્ટોજામાં માલ રોડ નજીક 6 જાન્યુઆરીએ સરફરાઝના નાના ભાઈ શાવેઝનો મૃતદેહ મળ્યો હતો. તેની બોડી રસ્તા પર જ પડી હતી તેથી પહેલાં તે મળી. પોલીસે હજુ તો તેની ઓળખ જ કરી ન હતી કે 8 જાન્યુઆરીએ મલિહાબાદમાં તેના પિતા મહમૂદ અલી અને 13 જાન્યુઆરીએ માલ વિસ્તારમાંથી માતા દરક્ષાનો મૃતદેહ મળી આવ્યાં હતા. પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું કે મૃતદેહની ઓળખ ન થાય તે માટે તેને ત્રણેય મૃતદેહને અલગ-અલગ જગ્યાએ ફેંક્યા હતા.

સરફરાઝના માસા સલીમે જણાવ્યું કે સરફરાઝે પરિવારની વિરૂદ્ધમાં કોલકાતાની એક યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. જેના કારણે આખો પરિવાર તેના વિરોધમાં હતો. આ કારણે જ તેને ઘરે આવવા-જવાનું પણ ઓછું કરી દીધું હતું. મગજમાં ભરાયેલી વેરભાવના અને ખોટા વિચારને કારણે તેને આવું હિચકારું કૃત્ય કર્યું. અને તેનો આખો પરિવાર વિખાય ગયો.

પરિવારના લોકોનું કહેવું છે કે સરફરાઝ ભણવામાં ઘણો જ હોશિયાર હતો. હંમેશા ફર્સ્ટ નંબર લાવતો હતો. તેનો પ્રાથમિક અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય અલીગંજથી થઈ. જે બાદ તેને લખનઉ યુનિવર્સિટીમાં MCom કર્યું જે બાદ લૉ કેમ્પસથી LLB કર્યું. સાથે જ CA ન કરી શકતા તેને ICWAનો કોર્સ કર્યો. તે જજ બનવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન એક યુવતીના સંપર્કમાં આવીને ઘરથી દૂર થઈ ગયો. પોલીસ પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું કે અનિલની સાથે મળીને સૌથી પહેલાં તેની માતા, પછી પિતા અને છેલ્લે ભાઈની હત્યા કરી. હત્યા કરીને મૃતદેહને ઠેકાણે પાડ્યા પછી તે 6 જાન્યુઆરીએ ઘરે પરત ફર્યો.

જે પછી મમ્મીએ બનાવેલું જમ્યો. જે બાદ તેને આખું ઘર સાફ કર્યું. જે પથારી પર અમ્મી-અબ્બૂની હત્યા કરી હતી તે ચાદર હટાવીને ત્યાં જ સુઈ ગયો.આખો મામલો શાંત થાય તે પછી ગાદલાં, હથિયારને ઠેકાણે પાડવાનો પ્લાન હતો, પરંતુ તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. તેને કહ્યું કે આ હત્યાનો કોઈ જ શોક કે ગમ નથી. પ્રાથમિક તપાસમાં તે હસી હસીને વાત કરતો હતો.

જો કે ઘટના સ્થળે બહેનને જોઈને તે ભાવુક થઈ ગયો હતો. સંબંધીઓ તો હવે સરફરાઝનું મોઢું જોવા માટે પણ તૈયાર નથી. કોલકાતા ગયા બાદ શું ઝનૂન ચઢ્યું કે તે આખા પરિવારને પોતાની વિરૂદ્ધ ગણતો હતો. પરિવારના લોકો હંમેશા તેને પુત્રની જેમ રહેવા માટે બોલાવતા રહેતા હતા. અને તેથી જ તેને પુત્રી અનમના નિકાહ માટે પણ બોલાવ્યો હતો. પણ તેના મગજમાં શું ધૂન હતી જેના કારણે તે રાક્ષસ બની ગયો.

Read About Weather here

સરફરાઝની માનસિક સ્થિતિ અને તેના પાગલપણાંનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય કે તેને માતા-પિતા અને નાના ભાઈની હત્યા કર્યા બાદ, લોહીથી લથબથ ગાદલા પર તે સાત દિવસ સુધી સુતો રહ્યો. જ્યારે ભાઈથી એટલી નફરત હતી કે તેના લોહીના ડાઘવાળું ગાદલું તે છત પર ફેંકી આવ્યો હતો. તે તેના લોહીને પણ જોવા માગતો ન હતો. તેથી જ તેને સૌથી પહેલાં પોતાના ભાઈના મૃતદેહનો નિકાલ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here