પુત્રીના ઉછેર માટે માની તપસ્યા…!

પુત્રીના ઉછેર માટે માની તપસ્યા…!
પુત્રીના ઉછેર માટે માની તપસ્યા…!
તામિલનાડુના પુરુષપ્રધાન સમાજમાં પોતાની દીકરીને એકલા હાથે ઉછેરવા માટે તેમને આવું કરવું પડ્યું. તામિલનાડુના થુથુકુડી જિલ્લામાં એક 57 વર્ષની મહિલા છેલ્લાં 36 વર્ષથી પુરુષ બનીને જીવે છે. આ મહિલાની વાત જ્યારથી સામે આવી છે, ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે.એસ. પેચિયામ્મલ નામની આ મહિલાના પતિનું મોત લગ્નના 15 દિવસમાં જ થઈ ગયું હતું. ત્યારે તે માત્ર 20 વર્ષના જ હતા. તેઓ બીજી વખત લગ્ન કરવા માગતાં ન હતાં. તેઓ કટુનાયકક્નપટ્ટી નામના ગામથી હતા, જ્યાં સમાજ પુરુષપ્રધાન હતો. થોડો સમય બાદ તેમને એક દીકરીને જન્મ આપ્યો અને ઘર ચલાવવા માટે કામ શરૂ કર્યું.પરંતુ ગામમાં પેચિયામ્મલ માટે કામ કરવું સહેલું ન હતું. ત્યાં લોકો તેમને પરેશાન કરતા હતા. પોતાની બાળકીને ઉછેરવા માટે તેમને કન્સ્ટ્રક્શન સાઈટ્સ, હોટલ, ચાની દુકાન સહિત અનેક જગ્યાએ કામ કરીને જોયું પરંતુ બધી જગ્યાએ તેમને પરેશાન કરતા હતા ટોણા પર મારતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અહીંથી પેચિયામ્મલે નક્કી કર્યું કે તેઓ પુરુષ બનીને રહેશે. તેમને તિરુચેંદુર મુરુગન મંદિર જઈને પોતાના કેશ દાન કરી દીધા અને સાડીની જગ્યાએ શર્ટ અને લુંગી પહેરવાનું શરૂ કર્યું. પેચિયામ્મલે પોતાનું નામ બદલીને મુથુ કરી દીધું.મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું કે પોતાનું નામ બદલ્યાં પછી લગભગ 20 વર્ષ પહેલાં તેઓ કટ્ટુનાયક્કનપટ્ટી ગામમાં આવીને વસ્યાં છે. માત્ર તેમના નજીકના સંબંધીઓ અને દીકરીને ખ્યાલ હતો કે તે એક મહિલા છે. આ રીતે 30 વર્ષ વીતી ગયા. જે બાદ તેમને જ્યાં પણ કામ કર્યું, બધી જગ્યાએ અન્નાચી (પુરુષો માટેનું સંબોધન) કહીને બોલાવવા લાગ્યા.તેમણે જણાવ્યું હતું કે મેં પેઈન્ટિંગ કર્યા, ચા બનાવી, પરાઠા બનાવ્યા તેમજ 100 દિવસની મજૂરી સહિતના અનેક કામો કર્યા. કામથી મળનારી રકમની એક એક પાઈ જોડીને મેં મારી દીકરી માટે એક સારી લાઈફ બનાવવાનો પ્રયાસ કર્યો.

Read About Weather here

થોડાં સમય બાદ મુથુ જ મારી ઓળખ બની ગઈ અને આધાર, વોટર આઈડી અને બેંક એકાઉન્ટ સહિત મારા તમામ દસ્તાવેજ પર પણ આજ નામ લખાયેલું છે.પેચિયામ્મલની દીકરી શણમુગાસુંદરીના હવે લગ્ન થઈ ગયા છે, પરંતુ પેચિયામ્મલ હજુ પણ પુરુષની જેમ જ જીવન પસાક કરવા માગે છે. તેમનું કહેવું છ કે તેમની આ બીજી ઓળખે તેમને અને તેમની દીકરીને સુરક્ષિત રાખ્યા, તેથી તેઓ છેલ્લી ઘડી સુધી મુથુ જ બનીને રહેશે.પેચિયામ્મલ હવે મજૂરી કરવા માટે સક્ષમ નથી. તેમને એક વર્ષ પહેલાં જ પોતાની મહિલા તરીકે ઓળખ પર મનરેગા જોબ કાર્ડ મેળવ્યું. તેમનું કહેવું છે કે મારી પાસે ન તો ઘર છે કે ન કોઈ સેવિંગ. હું વિધવા સર્ટિફિકેટ માટે પણ એપ્લાઈ નથી કરી શકતી.તેમને કહ્યું હતું કે હું હવે વૃદ્ધ થઈ ગઈ છું હવે કામ નથી કરી શકતી. કલેક્ટર ડૉ. કે સેન્થિલ રાજે આ અંગે કહ્યું કે તેઓ જોશે કે કોઈ સોશિયલ વેલ્ફેર સ્કીમ અંતર્ગત પેચિયામ્મલને કોઈ મદદ મળી શકે છે કે નહીં.તેથી સરકારને અપીલ છે કે મને થોડી આર્થિક મદદ કરવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here