પુત્રએ પુત્રને જીવતો સળગાવી દીધો

પુત્રએ પુત્રને જીવતો સળગાવી દીધો
પુત્રએ પુત્રને જીવતો સળગાવી દીધો
વિવાદ એટલો વધી ગયો કે મૂળ રાજસ્થાનના રહેવાસી 55 વર્ષના સુરેન્દ્રએ પોતાના 25 વર્ષના દીકરા અર્પિતને રસ્તા પર પહેલા પેન્ટ પર થિનર ફેંક્યું અને બાદમાં તેને સળગાવી દીધો. બેંગલુરુના ચામરાજપેટમાંથી એક ન માની શકાય તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રને સળગાવીને મોતને હવાલે કર્યો છે. મળતી માહિતી મુજબ પિતા સુરેન્દ્ર અને તેમના પુત્ર અર્પિત વચ્ચે બિઝનેસને લઈને થોડાંક દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો.  પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.પિતા સુરેન્દ્ર ફેબ્રિકેશનનો વેપાર કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમનો પુત્ર અર્પિત દુકાન ચલાવતો હતો. જ્યારે પિતાએ હિસાબ માગ્યો તો અર્પિત 1.5 કરોડનો હિસાબ ન આપી શક્યો, જેને લઈને પિતા-પુત્ર વચ્ચે વિવાદ થઈ ગયો હતો.આ સમગ્ર ઘટના શુક્રવાર (1 એપ્રિલ)ના ચામરાજપેટની પાસે આઝાદ નગરની છે. ત્યાંના CCTVમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ. આગની જ્વાળા વચ્ચે ઘેરાયેલો અર્પિત રસ્તા પર દોડી રહ્યો હતો. આજુબાજુના લોકો અને ત્યાં ગોદામમાં કામ કરનારાઓએ તેને બચાવ્યો જે બાદ વિક્ટોરિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.

Read About Weather here

સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલ્યા બાદ ગુરુવારે (7 એપ્રિલ) તેનું મોત થઈ ગયું.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજીવ પાટિલે જણાવ્યું કે સુરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરૂદ્ધ IPCની કલમ 302 અંતર્ગત હત્યાનો કેસ દાખલ કરાયો છે. પાટિલે કહ્યું કે હત્યાનું કારણ ફાયનાન્સિયલ ડીલિંગ છે. જેને લઈને 15-20 મિનિટ સુધી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતો રહ્યો.બિઝનેસમાં થયેલા નુકસાનને કારણે તેના પિતા ઘણાં જ નારાજ હતા. જે બાદ પિતાએ પોતાના પુત્ર પર થિનર ફેંક્યું જે પછી બાકસથી બાળવાનો પ્રયાસ કર્યો. પોલીસના જણાવ્યા મુજબ સુરેન્દ્ર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ ઘણાં વર્ષોથી બેંગલુરુમાં જ રહે છે.જો કે પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જે બાદ બીજી ટ્રાઈમાં બાકસ સળગી અને તેને પુત્ર પર માચિસની સળગતી સ્ટીક ફેંકી દીધી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here