પુતિનનો ખતરનાક પ્લાન આવ્યો સામે…!

પુતિનનો ખતરનાક પ્લાન આવ્યો સામે…!
પુતિનનો ખતરનાક પ્લાન આવ્યો સામે…!
રશિયાના એક અધિકારીએ એક ટીવી શો દરમિયાન પુતિનના આ ઈરાદાનો ખુલાસો કર્યો છે. યુક્રેન પર વિજય મેળવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ નાટો દેશો લાતવિયા, લિથુઆનિયા અને એસ્ટોનિયા પર હુમલો કરીને કબજે કરવા માંગે છે. એટલું જ નહીં, પુતિન સ્વીડનના કેટલાક ભાગોને પણ કબજામાં લેવા માંગે છે. રશિયન એરફોર્સના પૂર્વ કર્નલ ઇગોર કોરોટચેન્કોએ જણાવ્યું હતું કે નાટોએ પૂર્વ યુરોપમાં હજારો સૈનિકોને મોકલ્યા છે, જેઓ રશિયાની સરહદની નજીક અભ્યાસ કરી રહ્યા છે. આ કારણે, એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે પુતિન આ બાલ્ટિક દેશો પર હુમલો કરી શકે છે અને તેને કબજે કરી શકે છે.
લાલ રંગમાં ચિહ્નિત કરીને, કર્નેલે સમજાવ્યું કે પ્લાન કેવી રીતે કાર્ય કરશે.

Visit Saurashtra Kranti Homepage here

બાલ્ટિક દેશો એ એવા પ્રદેશો છે જેમને પહેલા વિશ્વયુદ્ધ સમયે રશિયા પાસેથી સ્વતંત્રતા મળી હતી. લાતવિયા, લિથુઆનિયા અને એસ્ટોનિયા 1939માં સોવિયત સંઘનો ભાગ બન્યા હતા. અગાઉ આ ત્રણેય દેશો સ્વતંત્ર હતા. સોવિયત સંઘના પતન પછી ફરીથી સ્વતંત્ર બનેલા ત્રણ બાલ્ટિક દેશો (લાતવિયા, લિથુઆનિયા અને એસ્ટોનિયા) નાટોમાં જોડાયા હતા.યુદ્ધ યોજના જણાવતા કોરોટચેન્કોએ કહ્યું- બાલ્ટિક દેશો પર કબજો આ રીતે કરી શકાય છે. શો દરમિયાન રશિયન ઓફિસરે એક નકશો બતાવ્યો હતો, જેમાં નાટે સેનાની તહેનાતી સ્પષ્ટ દેખાઆ રહી છે. આ પછી તેણે કહ્યું કે રશિયા આ નાટો દેશો પર કેવી રીતે હુમલો કરી શકે છે.

તેમણે કહ્યું હતુ કે,સૌપ્રથમ પગલું નાટો રડાર સિસ્ટમને નિષ્ક્રિય કરવાનું હશે, જેથી કોઈને રશિયાની સેનાની તહેનાતી વિશેના સંકેત ન મળે. આ પછી સ્વીડિશ આઈલેન્ડ-ગૌટલેન્ડ પર રશિયનું સૈન્ય એરક્રાફ્ટ ઉતરશે, જે ત્યાં S-400 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ અને બેસ્ટિયન કોસ્ટલ એન્ટી શિપ સિસ્ટમ પહોંચાડશે.કોરોટચેન્કોએ કહ્યું કે કૈલિનિનગ્રાદ શહેરમાંથી આગળ વધતા, રશિયન સૈનિકો સુવાલ્કી કોરિડોરને બ્લોક કરશે, જેથી પોલેન્ડ કોઈપણ પ્રકારની મદદ કરી શકશે નહીં. તે પછી રશિયાની સેનાનો ટાર્ગેટ ‘બાલ્ટિક સી’ હશે.

Read About Weather here

રશિયાની વાયુસેના બાલ્ટિકમાં હાજર કેનેડા, બ્રિટન, જર્મની અને અમેરિકાના સેનાને ઘેરી લેશે, ત્યારપછી તેમણે પોતાના હથિયારો નીચે મુકવા જ પડશે.NATOમાં સામેલ થવા બાબતે પુતિન સ્વીડનને ધમકી આપી ચુક્યા છે. હાલમાં જ પુતિનના ખાસ સહયોગી અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો નકશા પર રશિયાના હુમલાના માર્ગો અને તે સ્થાનો વિશે માહિતી આપી રહ્યા હતા, જ્યાં આગામી દિવસોમાં રશિયા બોમ્બમારો કરી શકે છે. આ નકશામાં મોલ્દોવા પણ સ્પષ્ટ દેખાતું હતું.આ બાબતે રશિયાએ કહ્યું હતુ કે સ્વીડને NATOમાં સામેલ થવાના ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ ઉપરાંત તેણે સૈન્ય અને રાજકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here