શહેરના પોશ માર્કેટ યાર્ડ વિસ્તારમાં રોડની બાજુમાં સૂતેલા એક શખસ પર SUV ગાડી ચઢી ગઈ હતી. મહારાષ્ટ્રની રાજધાની પુણેમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે એને કારણે શખસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કેસનું સૌથી શરમજનક પાસું એ છે કે માણસને તેની કારનાં બંને પૈડાં વડે કચડી નાખ્યા બાદ આરોપી શખસને બચાવ્યા વિના ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આ ઘટના મંગળવારે માર્કેટ યાર્ડ વિસ્તારમાં ઘટી હતી અને પોલીસે આજે આ ઘટનાનો વીડિયો જાહેર કરીને લોકોને કારની ઓળખ કરવા કહ્યું હતું. કેસની તપાસ કરી રહેલા આસિસ્ટન્ટ પોલીસ-ઈન્સ્પેક્ટર એમ.એ.કાંબલેએ કહ્યું હતું કે અમને કારના નંબર અને મોડલ પરથી માલિક વિશે ખબર પડી છે અને એ ટૂંક સમયમાં અમારી કસ્ટડીમાં આવશે.
અત્યારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 279, 304(A)(બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ) અને મોટર વ્હીકલ એક્ટની કલમ 134, 187 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આ અકસ્માતમાં જીવ ગુમાવનારા શખસની ઓળખ થઈ શકી નથી. તેની પાસે કોઈ દસ્તાવેજો મળ્યા નથી, ન તો કોઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. જે વિડિયો સામે આવ્યો છે એ ક્રાઈમ સીનની સામે આવેલી કરિયાણાની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
વીડિયોમાં તે વ્યક્તિ રોડની બાજુમાં ઊંઘતી જોઈ શકાય છે. તેની બાજુમાં એક કૂતરો બેઠો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તે નશામાં હતો. આમાં ત્યાં પહેલેથી જ પાર્ક કરેલી એક SUV ગાડી અચાનક આગળ વધે છે. આ દરમિયાન ડ્રાઇવરને આ શખસ અંગે જાણ હતી કે નહીં એની પુષ્ટિ થઈ નથી, પરંતુ ગાડી આગળ વધારતાં એનાં પૈડાં નીચે આ શખસનું માથું કચડાઈ જાય છે.
Read About Weather here
પોલીસ-ઇન્સ્પેક્ટર એમ.એ. કાંબલે જણાવ્યું હતું કે આરોપી આ ઘટના પછી તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના પછી અમે નજીકમાં લગાવેલા 20થી વધુ CCTV કેમેરાની શોધ કરીને કારનો નંબર અને મોડલ કયું છે એ અંગે જાણકારી મેળવી હતી.ગાડીનાં બંને પૈડાં પહેલા મૃતકના માથા પરથી ફરી વળ્યાં હતાં, જેથી તેણે ઘટનાસ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here