પીઆઈનો માનીતો ટીઆરબી જવાન મળતા અન્ય પી.આઈની પણ એક જ માંગ, અમને પણ આવો એક ટીઆરબી જવાન આપો…!

પીઆઈનો માનીતો ટીઆરબી જવાન મળતા અન્ય પી.આઈની પણ એક જ માંગ, અમને પણ આવો એક ટીઆરબી જવાન આપો…!
પીઆઈનો માનીતો ટીઆરબી જવાન મળતા અન્ય પી.આઈની પણ એક જ માંગ, અમને પણ આવો એક ટીઆરબી જવાન આપો…!

ચાહે ભી તો ભૂલ ના પાએ, મન મસ્ત મગન, મન મસ્ત મગન બસ તેરા નામ દોહરાએ…!

શહેરમાં હાલમાં ટીઆરબી જવાને અનેક ચર્ચાઓ જગાવી છે. શહેરમાં એક પીઆઈએ પોતાનો માનીતો અને વહીવટ કરવામાં માહિર ટીઆરબી જવાનની માંગ કરી હતી અને તેની માંગને માન્યમાં રાખીને તેને જોઈતો ટીઆરબી જવાન ફાળવાયો હોવાની ચર્ચાઓ જોર પકડ્યું હતું પણ તેની સાથે બજારમાં એક બીજી વાત પણ વાયુ વેગે વહેતી થઈ છે.

આ પીઆઈને માનીતો અને માંગેલો વહીવટીદાર મળતા અન્ય પીઆઈઓમાં પણ આશાઓ જાગી છે કે તેમને પણ આવો એક જવાન આપવામાં આવે અને એક એવી રમુજ પણ ફેલાઈ છે કે જો માં ને બે દીકરાઓ હોય તો તે તેની આંખ માફક બને એક સરખા જ હોય છે.

તે જ રીતે જો એક પીઆઈને જ માનેલો અને માંગેલો જવાન આપવામાં આવે તો અન્ય પીઆઈઓનો શું વાંક? બધા પીઆઈઓને એક સરખો જ ન્યાય મળવો જોઈએ અને બધાના મનની વાત જાણીને એક એક સારો ટીઆરબી જવાન આપવો જોઈએ તેવી વાતે બજારમાં જોર પકડ્યું છે.

બીજી બાજુ અનેક લોકોએ આ ટીઆરબી જવાન કોણ છે તેની ભાળ મેળવવા સુત્રો પણ કામે લગાડી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મહાન ટીઆરબી જવાન અંગે ડીટેઇલ પણ કાઢવા લાગ્યા છે. કારણકે તે ટીઆરબી જવાન પોતાના કામથી બધું ચર્ચિત બની ગયો છે. માટે ચારે કોર એક જ ચર્ચા ચાલે છે કે આ ટીઆરબી જવાન છે કોણ?? અને જે પીઆઇને આ મહાન ટીઆરબી જવાન મળ્યો હશે મનોમન ગાતા હશે કે,ચાહે ભી તો ભૂલ ના પાએ, મન મસ્ત મગન, મન મસ્ત મગન બસ તેરા નામ દોહરાએ…! એવી રમુજ ફેલાઇ છે.

લોકોના મનમાં એ પ્રશ્ર્ન થાય કે આ ટીઆરબી જવાનમાં એવી શું ખાસ વાત હશે કે જેને લઇને આટલી મથામણ પીઆઇ દ્વારા કરવામાં આવી રહી હતી?? પણ આ ટીઆરબી જવાનમાં અનેક ખાસ વાતો છે એટલે કે પોતે વહીવટ કરવામાં માસ્ટરી ધરાવે છે. આ ઉપરાંત શહેરના અમુક ખાસ પોઇન્ટ પર કમાણીનો મોનોપોલી પણ તે જાણે છે.

આવી અનેક સિધ્ધિઓ ધરાવતો હોવાથી તેને પીઆઇ પોતાની ટીમમાં સામેલ કરવા માંગતા અને તે તેને કરી બતાવ્યું છે અને પીઆઇ સહિત તેની ટીમની ખુશી સમાઇ શકતી નથી તેટલા રાજીના રેડ છે કારણકે જે ભાવતું હતું તે જ વૈદે કીધું જેવો ઘાટ સર્જાયો છે. પીઆઇએ ધારેલા ઓરતા પુરા થયા છે.

Read About Weather here

વહીવટમાં માસ્ટરી ધરાવતા ટીઆરબી જવાનની બોલબાલ બજારમાં થઇ રહી છે. પીઆઇને પોતાની ટીમમાં માંગેલો જ ટીઆરબી જવાન મળી જતા હવે આગામી સમયમાં શુ થાય તે જોવાનું રહ્યું કારણકે હવે થાય તે સાચું હવે આ વહીવટીયા ટીઆરબી જવાન પાસે શુ કામગીરી કરાવામાં આવશે. અને વહીવટ સોંપવામાં આવે છે કે કેમ કારણકે વહીવટમાં તો ટીઆરબી જવાન માસ્ટર છે અને શહેરની કઇ જગ્યાએથી આવકનું સશાંધન વધી શકે તેની તમામ વિગતો તે જાણે છે તો હવે શું કરે છે તે જોવાનું રહ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here