પિતા શાહરૂખ ખાનને મળી આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડયો

પિતા શાહરૂખ ખાનને મળી આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડયો
પિતા શાહરૂખ ખાનને મળી આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડયો

એન.સી.બી ને આર્યન ખાનએ જણાવ્યું મારા વ્યસ્ત પિતાને મળવા માટે મારે પણ સમય લેવો પડે છે:
બચાવ પક્ષનાં વકીલની દલીલ, આર્યનને ડ્રગ વહેંચવાની જરૂર નથી એ ધારે તો આખું લગઝરી ક્રુઝ ખરીદી શકે છે

બોમ્બે ટુ ગોવા ક્રુઝ શિપમાંથી ડ્રગ્સનાં મામલે પકડાયેલા સુપર સ્ટાર શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાનને મળવા માટે એન.સી.બી ની મંજૂરી લઇ શાહરૂખ ખાન એન.સી.બી કચેરી પહોંચી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પિતાને જોઇને આર્યન ખાન ધ્રુશકે ધ્રુશકે રહી પડ્યો હતો. શાહરૂખને મળ્યા બાદ આર્યને એન.સી.બી નાં અધિકારીઓને જણાવ્યું હતું કે મારે મારા વ્યસ્ત મેગા સ્ટાર પિતાને મળવું હોય તો પહેલેથી સમય લેવો પડે છે.

દરમ્યાન કસ્ટડીમાં રહેલા દીકરાને મળવા માટે ગૌરી ખાન પણ દોડી ગઈ હતી અને મેગ્ડોનાલ્ડનાં બર્ગર દીકરાને પહોંચાડ્યા હતા. આર્યન આવતીકાલ તા. 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેશે. બાદમાં ફરી કોર્ટમાં રજૂ કરાશે.

એન.સી.બી ની કસ્ટડીમાં રહેલા આર્યન અને અન્ય યુવાનો યુવતીઓએ એન.સી.બી ની મેસમાંથી જ જમવાનું અપાય છે. આર્યન પણ મેસનાં પૂરી ભાજી, દાલ-ચાવલ અને સબ્જી પરાઠા આરોગે છે.

ક્યારેક બહારથી બિરયાની કે પુલાવ પણ લાવી દેવામાં આવે છે. એન.સી.બી નાં સુત્રોએ જણાવ્યું હતું કે, આર્યન તપાસમાં પૂરેપૂરો સહકાર આપી રહ્યો છે અને દરેક પ્રશ્ર્નોનાં જવાબ આપી રહ્યો છે.

દરમ્યાન ગઈકાલે કોર્ટમાં સુનવણી દરમ્યાન ભારે ગરમા ગરમીનાં વાતાવરણમાં આર્યન ખાનનાં વકીલ સતીષ માનેશિંદે એ કોર્ટમાં જણાવ્યું હતું કે, ખાન ને ડ્રગ્સ વહેંચવાની કોઈ જરૂર નથી.

Read About Weather here

જો એ ધારે તો આખું લગઝરી ક્રુઝ શિપ હાથે ખરીદી શકે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here