પિતાની વારસાગત યા સ્વ-ઉપાર્જિત મિલ્કતમાં દીકરી ભાગ મેળવવાને પાત્ર: સુપ્રીમ

પિતાની વારસાગત યા સ્વ-ઉપાર્જિત મિલ્કતમાં દીકરી ભાગ મેળવવાને પાત્ર: સુપ્રીમ
પિતાની વારસાગત યા સ્વ-ઉપાર્જિત મિલ્કતમાં દીકરી ભાગ મેળવવાને પાત્ર: સુપ્રીમ

હિન્દુ અવિભાજ્ય પરિવારોનાં વારસાનાં મામલામાં મહત્વપૂર્ણ અને સૂચક ચુકાદો: હિન્દુ વારસાધારા અંતર્ગત હિન્દુ મહિલાઓ અને વિધવાઓનાં મિલ્કત અધિકારો અંગે સ્પષ્ટતા
પરિવારનો મોભી વીલ કર્યા વિના મૃત્યુ પામ્યો હોય તો પણ દીકરીને તેમાંથી વારસો મળી શકે

દેશના હિન્દુ અવિભાજ્ય પરિવારોનાં મિલ્કતમાં વારસાના મામલે દુરગામી અસર ધરાવતો સૂચક અને મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, પરિવારનો મોભી પુરૂષ વીલ કર્યા વિના મૃત્યુ પામ્યો હોય તો પણ તેની વારસાગત યા તો સ્વ-ઉપાર્જિત મિલ્કતમાંથી દીકરીઓને ભાગ મેળવવાનો અધિકાર છે. આવું બન્યું હોય ત્યારે પરિવારનાં મિલ્કતની ભાગ બટાઈ મામલામાં દીકરીઓને પરિવારનાં અન્ય સભ્યો કરતા વધુ પ્રાધાન્ય આપવાનું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

હિન્દુ મહિલાઓ અને વિધવાઓને હિન્દુ વારસાધારા અંતર્ગત મળતા મિલ્કતનાં અધિકારો અંગે મદ્રાસ હાઈકોર્ટનાં એક ચુકાદાને રદબાતલ કરી સુપ્રીમે ઉપર મુજબ ચુકાદો આપ્યો હતો.

જસ્ટીસ એસ.અબ્દુલ નઝીર અને જસ્ટીસ કૃષ્ણ મુરારીની બેન્ચ દ્વારા સ્પષ્ટ ઠરાવવામાં આવ્યું હતું કે, જો વીલ કર્યા વિના મૃત્યુ પામેલા હિન્દુ પુરૂષની મિલ્કત પિતા તરફથી વારસામાં મળી હોય અથવા સ્વ-ઉપાર્જિત મિલ્કત હોય તો પણ આવા પરિવારની મૃતક હિન્દુ પુરૂષની દીકરીએ સંપતિમાં ભાગ ધરાવવાનો અધિકાર ધરાવે છે. મૃતક પુરૂષનાં ભાઈનાં દીકરા-દીકરીઓ કરતા સગી દીકરીને ભાગ બટાઈમાં વધુ પ્રાધાન્ય આપવાનું રહેશે.

જસ્ટીસ મુરારીએ ચુકાદામાં જણાવ્યું હતું કે, વિધવા યા પુત્રીને મર્હુમ હિન્દુ પુરૂષની મિલ્કતોમાંથી હિસ્સો મેળવવાના અધિકારને પરંપરાગત હિન્દુ કાયદામાં માન્ય રાખવામાં આવ્યો છે. અગાઉનાં અનેક અદાલતી ચુકાદામાં પણ વિધવા કે દીકરીનાં આવા અધિકારોને અનુમોદન આપવામાં આવ્યું છે.

કાયદાકીય જોગવાઈનો ઉલ્લેખ કરતા સુપ્રીમનાં ચુકાદામાં ઠરાવ્યું હતું કે, કોઈ હિન્દુ મહિલા તેને વારસામાં મળતી સંપતિનાં મામલામાં સંપૂર્ણ દાવો કરી ન શકે એવી બંધિયાર પરિસ્થિતિને હલ કરવા માટે કાયદો ઘડવામાં આવ્યો છે.

Read About Weather here

એ યુવતી કે મહિલા પોતાની વારસાગત મિલ્કતમાં આજીવન પોતાનું હિત ધરાવે છે. આ માટે હિન્દુ વારસાઈધારો 1956 ની કલમ-15 સ્પષ્ટ પ્રાવધાન ધરાવે છે. આ કાયદો ઘડવાનો મૂળ હેતુ એ છે કે કોઈને પુત્ર ન થયો હોય તો પણ તેની મિલ્કતો તેના પરિવારનાં મૂળભૂત હિસ્સા એટલે કે દીકરી પાસે રહેવી જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here