પિતાએ રિવર્સ લેતા જ માસૂમને મોત મળ્યું

પિતાએ રિવર્સ લેતા જ માસૂમને મોત મળ્યું
પિતાએ રિવર્સ લેતા જ માસૂમને મોત મળ્યું
સુરેશભાઈ બારીયા (પીડિત પિતા)એ કહ્યું હતું કે, તેઓ જાલોદના રહેવાસી છે. ત્રણ મહિનાથી અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્સ શ્રીપથમાં લેબર (મજૂરી) કામ કરી પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતા ટ્રેકટર મંગાવ્યું હતું. સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પિતાની બેદરકારીથી દીકરી કાળનો કોળિયો બની છે. નવ નિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રેકટર ચાલક પિતાએ પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીને કચડી નાખતા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં રેતીનું છારું ભરવા ટ્રેકટર રિવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ટ્રેકટર રિવર્સમાં લેવા જતા એક બાળક ટ્રેકટર નીચે કચડાઈ ગયું હોવાની બૂમાબૂમ થઈ ગઈ હતી.

ઉતરીને જોતા કાળનો કોળિયો બનેલી માસૂમ મારી જ નાની દીકરી શીતલ (ઉ.વ. 3) હતી. બે દીકરીઓમાંથી એક નાની શીતલ નામની દીકરી નવ નિર્મિત કોમ્પ્લેક્સ પાસે રમતી હતી ત્યારે જ પિતાએ ટ્રેક્ટરમાં રેતીનું છારૂં ભરવા બોલાવ્યું હતું. ટ્રેક્ટર નીચે કચડાઈ ગયેલી બાળકીને લઈને પરિવાર પર શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બાળકીની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

Read About Weather here

બેમાંથી એક દીકરીનું પોતાની જ બેદરકારીથી મોત થયું હોવાનું પિતાને લાગી રહ્યું છે.લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરાય છે. કોન્ટ્રાકટર રાજુભાઇના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપર વાઇઝરે જણાવ્યું હતું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here