પિકઅપ વાનની ટ્રોલી પલટી…!

પિકઅપ વાનની ટ્રોલી પલટી...!
પિકઅપ વાનની ટ્રોલી પલટી...!
વડોદરા નજીક આવેલા પોર ગામેથી જાનૈયાઓને લઈને નીકળેલી પિકઅપ વાનમાં જાનૈયા સવાર ટ્રોલી પોર જીઆઇડીસીમાં પલટી જતાં 20 જાનૈયા ઘવાયા હતા, જેમને સારવાર માટે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. વડોદરા પાસે પોર જીઆઇડીસીના જાનૈયાઓની પિકઅપ વાનની ટ્રોલી પલટી મારતાં 20 જાનૈયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ટ્રોલીમાંથી સામાન ઠલવાતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર ઢગલો વળી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. એમાં ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રોલીમાંથી સામાન ઠાલવવામાં આવતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર ઢગલો થઇ ગયો હતો, જેમાં કોઇને નાક, કોઇને માથામાં, કોઇને મોઢા પર તો કોઇને હાથ-પગમાં ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો.પોલીસસૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, વડોદરા નજીકના પોર ગામમાં રહેતા યુવકના રમણગામડી ગામમાં રહેતી યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા. શુક્રવારે યુવકના લગ્ન હોવાથી પોરથી અલગ અલગ ગાડીઓમાં જાન રમણગામડી ગામમાં જવા બપોરના સમયે રવાના થઈ હતી. એ વાહનો પૈકીની પિકઅપ ગાડી જાનૈયાઓને લઈ પોર જીઆઇડીસીમાંથી પસાર થઈ રહી હતી.

Read About Weather here

દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પિકઅપની પાછળની ટ્રોલી છૂટી પડતાં એમાં સવાર જાનૈયાઓ માર્ગ પર પછડાયા હતા અને માલસામાનનો ઢગલો થઇ જાય એ રીતે જાનૈયાઓનો ઢગલો થઇ ગયા હતા.માર્ગ પર પટકાયેલા જાનૈયાઓનાં દૃશ્યો જોઈ લોકટોળાં જામ્યાં હતાં અને સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પોર સામૂહિક કેન્દ્ર પર મોકલી આપ્યા હતા. પિકઅપ ગાડીની ટ્રોલી પલટી જતાં સારવાર અર્થે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયેલા જાનૈયાઓ પૈકી ત્રણની હાલત નાજુક હોઈ તેમને વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ બનાવ અંગે વરણામા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.લગ્ન મહાલવા ઉત્સાહભેર નીકળેલા જાનૈયાઓને લગ્નમંડપમાં જવાના બદલે હોસ્પિટલમાં જવાનો વખત આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં જાનૈયાઓને નાનીમોટી ઇજાઓ જ પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here