પાસપોર્ટ ઓફિસમાં અરજદારોને બેસવાની મનાઈ!

પાસપોર્ટ ઓફિસમાં અરજદારોને બેસવાની મનાઈ!
પાસપોર્ટ ઓફિસમાં અરજદારોને બેસવાની મનાઈ!
ગોંડલ રોડ સ્થિત પાસપોર્ટ ઓફિસમાં કોરોનાના નામે અરજદારોને બેસવાની મનાઈ ફરમાવી ફરજિયાત ઉભા રાખવાના ફતવા સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ હેરાનગતિ જો એક સપ્તાહમાં બંધ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી કોંગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટી ગોપાલ અનડકટ, ડી.પી. મકવાણા, રણજીત ધૂંધવા અને ઘનશ્યામસિંહ જાડેજાએ ઉચ્ચારી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે આક્રોશ ઠાલવ્યો છે કે, ભારતીય નાગરિકત્વ અપાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરતી પાસપોર્ટ શાખામાં ફરજ નિભાવતા અધિકારીઓ અવનવા નિયમો બનાવી મનમાની ચલાવતા હોવાથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ મેળવવા જતાં અરજદારોને પારાવાર યાતનાઓ વેઠવી પડી રહી છે.

કારણ કે આ પાસપોર્ટ ઓફિસમાં 4 જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની કામગીરી માટે જુદા જુદા વિભાગોમાં જવું પડે છે અને આ તમામ જગ્યાઓએ કોરોના નિયમને અનુરૂપ ગાઈડલાઈનનું પાલન કરવાનું જણાવી બેસવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. એકપણ અરજદાર બેસે નહીં તે માટે ખુરશીઓ પણ ઊંધી કરી નાખી છે. ફરજિયાત લોકોને ઉભા રાખવાના ફતવા સામે લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે.

Read About Weather here

પાસપોર્ટ કઢાવવા નાના બાળકોથી લઈને અશક્ત વૃદ્ધો પણ આવતા હોય છે. પરંતુ પાસપોર્ટ ઓફિસના સ્ટાફની આ મનમાની સામે કોંગ્રેસ અગ્રણીઓ જસવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડક્ટ, ડી.પી. મકવાણા રણજીત મુંધવા અને ઘનશ્યામસિંહ જાડેજાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જેમાં જણાવાયું છે કે એક સપ્તાહમાં જો પાસપોર્ટ વિભાગમાં કોવિડના નામે લોકોને ફરજિયાત ઉભા રાખવાનો નિર્ણય નાબૂદ નહિ કરવામાં આવે તો લોકહિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here