પામોલીન તેલમાં 18 દિવસ બાદ રૂ.30નો ઘટાડો

મોંઘવારીએ માજા મુકી : તેલમાં તોતિંગ ભાવ વધારાથી લોકો પરેશાન…
મોંઘવારીએ માજા મુકી : તેલમાં તોતિંગ ભાવ વધારાથી લોકો પરેશાન…

18 દિવસમાં રૂ. 110નો વધારો થયો હતો

રાજકોટ: અંદાજિત એક માસથી મુખ્ય તેલ અને સાઈડ તેલમા સતત તેજી જોવા મળી રહી છે. ચાલુ ઓગસ્ટ માસમાં જોઇએ તો પામોલીન તેલમાં 18 દિવસમાં 7 વખત પામ તેલના ભાવ વધ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ભાવ વધારો રૂ.110 નો છે. જ્યારે બુધવારે પહેલી વખત ભાવ ઘટ્યા હતા. જે માત્ર રૂ. 30 હતા. બુધવારે ભાવ ઘટ્યા બાદ પણ પામોલીન તેલનો ભાવ રૂ.2000 ની સપાટીથી ઊંચો રહેતા ભાવ રૂ.2070 બોલાયો હતો.

હાલ તહેવારની સિઝનને કારણે તેલનો વપરાશ વધ્યો છે. ઘર વપરાશ અને હોટેલ- રેસ્ટોરન્ટના ધંધાર્થી અને ફરસાણના વેપારીઓ હાલ અત્યારથી જ સાતમ- આઠમની ખરીદી ચાલુ કરી દીધી છે.

જ્યારે વરસાદ ખેંચાવાને કારણે મગફળીની આવક બજારમાં ઓછી થઈ રહી છે. ભાવ વધશે એ ધારણાએ કેટલાક વેપારીઓ- ખેડૂતો વેચવાનું ટાળી રહ્યા છે, તો બીજી બાજુ કપાસની ડિમાન્ડ છે,

પરંતુ હાલમાં તેની આવક પ્રમાણમાં નહિવત છે.આમ,મગફળી અને કપાસ બન્ને પિલાણમાં ઓછા આવી રહ્યા છે. આ સિવાય તહેવારને લઇને જે વેપારીઓની પાઈપ લાઈન ખાલી હતી તે ભરી રહ્યા છે.

Read About Weather here

બજારમાં ડિમાન્ડ નીકળતા ઊંચા ભાવે સોદા પડી રહ્યા છે અને તેના ભાવ વધી રહ્યા છે. સાતમ- આઠમના તહેવારને અનુલક્ષીને હજુ તેલમાં ઉછાળો આવશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. તહેવાર સમયે જ તેલના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.(9.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here