કુવાડવા પોલીસ દ્વારા દુકાનદારની અટકાયત
રાજકોટનાં કુવાડવા રોડ નજીક આવેલ ધમલપર ગામે યુવરાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં નશાયુકત ફ્રુટબિયરનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે કુવાડવા પોલીસે દરોડો પાડીને 562 બોટલ ફ્રુટબિયર કબ્જે કરી તેને એફએસએલમાં મોકલી દુકાનદારની અટકાયત અને પૂછપરછ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
મળતી માહિતીને આધારે ધમલપર ગામે પાનની દુકાનમાં નશાયુકત ફ્રુટબિયરનું વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતીને આધારે પોલીસે દરોડા પાડી 74,400 ની કિંમતની 562 બોટલ નશાયુકત કોલ્ડ્રીંકસ મળી આવતા પોલીસે કિશન ધોળકિયાનાં નામના દુકાનદારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
Read About Weather here
પોલીસની પ્રાથમિક તપાસમાં નશાયુકત કોલ્ડ્રીંકસની બોટલમાં તુલસી, સંતરા તેમજ હર્બલ ટોનિક સહિતનાં સ્ટીકર લગાવી વેચાણ કરતો હોવાનું બહાર આવતા પોલીસે આ નશાયુકત ફ્રુટબિયર ક્યાંથી લાવતો તેની પૂછપરછ હાથ ધરી છે.(4.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here