પાણીપ્રશ્ર્ને ભાજપના કોર્પોરેટર મેયર પાસે દોડી ગયા…

પાણીપ્રશ્ર્ને ભાજપના કોર્પોરેટર મેયર પાસે દોડી ગયા…
પાણીપ્રશ્ર્ને ભાજપના કોર્પોરેટર મેયર પાસે દોડી ગયા…
આકરી ગરમીમાં જળ માંગ ખૂબ વધી ગઇ છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ધાંધીયાની ફરિયાદો આવે છે ત્યારે નવા ભેળવવામાં આવેલા નાગેશ્વર વિસ્તારમાં પૂરતું પાણી નહીં મળતું હોવાથી ગુરૂવારે લોકોએ મનપામાં આવી સુત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં ભાજપના કોર્પોરેટરની આગેવાનીમાં મેયરને રજૂઆત પણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં.1ના નગરસેવક અને ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેન ખીમાણીયાની આગેવાનીમાં આજે વિસ્તારના લોકોએ મેયર અને કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગત ચૂંટણી પૂર્વે જામનગર રોડ પરના નાગેશ્ર્વર સહિતના વિસ્તારો રાજય સરકારે કોર્પો.માં ભેળવ્યા છે પરંતુ ગટર અને પાણી લાઇન પાથરતા હજુ લાંબો સમય જાય તેમ છે. કોઠારીયા અને વાવડીમાં પણ હજુ આ સુવિધા પથરાઇ રહી છે.

આવેદનમાં લોકોએ જણાવ્યું હતું કે વોર્ડ નં.1ના આ નાગેશ્ર્વર વિસ્તારમાં રૂડા વખતથી પાણીની પાઇપલાઇન રહેલી છે. દરેક ફલેટને અર્ધા ઇંચના કનેકશન છે પરંતુ પાણીનું પ્રેસર કયારેય મળતું નથી. હાલ બે દિવસ છોડીને ત્રીજા દિવસે પાણી મળે છે. 40 મિનિટ પાણી આપવાનું હોવા છતાં ત્રણ-ચાર બિલ્ડીંગને પાણી મળ્યા બાદ છેલ્લે પુરતું પાણી મળતું નથી. આ વિસ્તારમાં રોજ વેંચાતુ પાણી મંગાવવું પડે છે. શહેરમાં અનેક જગ્યાએ ડીઆઇ પાઇપલાઇનના કામ ચાલી રહ્યા છે.

શહેરમાં રોજ 20 મિનિટ પાણી મળે છે તો કોર્પો.માં સામેલ હોવા છતાં આ વિસ્તાર તરસ્યો રહે છે. ઉનાળામાં ખુબ કફોડી હાલત છે. આથી પુરતા પાણી માટે ટેન્કર સહિતની વ્યવસ્થા કરાવવા નાગરિકોએ વિનંતી કરી છે. શહેરમાં નવા ભળેલા નાગેશ્ર્વર વિસ્તારમાં પાણીના ધાંધીયા અંગે આજે કોર્પોરેટર અને વિસ્તારના લોકોએ મેયરને રજૂઆત કરી હતી અને સુત્રો પણ પોકાર્યા હતા.

Read About Weather here

પણ રજુઆત કરતાની સાથે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજકોટના પ્રાણ પ્રશ્ર્નોની વિરોધ પક્ષ તો મેયર સહિતના પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરતું જ હોય છે. શાસક પક્ષે ચુંટણીમાં અનેક વાયદાઓ કરેલા હોય છે તે પુર્ણ કરવામાં ખરા ન ઉતરતા વિસ્તાર વાસીઓ કોર્પોરેશનની કચેરી ખાતે પોતાના પ્રશ્ર્નો લઇને ઉમટી પડતા હોય છે. તે જ રીતે ગઇ કાલે વોર્ડ નં.1ના વિસ્તારમાં પાણીનો પ્રશ્ર્ન હોવાથી નગરસેવક અને ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેન ખીમાણીયાની આગેવાનીમાં વિસ્તારના લોકોએ મેયર અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here