પાટણવાવમાં છકડો-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો: બાળકીનું મોત

પાટણવાવમાં છકડો-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો: બાળકીનું મોત
પાટણવાવમાં છકડો-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો: બાળકીનું મોત

ઉપલેટામાં રાખડી બાંધી પરિવાર પરત બાંટવા ફરતો’તો : પરિવારમાં શોક છવાયો

ઉપલેટામાં રક્ષાબંધનના પાવન પર્વના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધી બાંટવા પરત જતી વેળાએ પાટણવાવ રોડ પર ભાદરના પુલ પર મોટરસાયકલ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે મૃતક બાળકીના મામા અને બાળકીની માતાને ઈજાઓ પહોંચતા 108 મારફત ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર અર્થે બાળકીના મામાને ઉપલેટાના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે રક્ષાબંધન પૂર્ણ કરી પરત જતી વેળાએ થયેલ અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીનું મોત થતાં સમગ્ર પરિવારમાં દુઃખ છવાઈ ગયેલ જોવા મળેલ. 

પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા જીનમિલ ચોકમાં રહેતા સંજય જાદવભાઈ સલાટ (ઉ.વ 22) ના ઘરે તેમની બહેન મનીષાબેન હેમુભાઈ પરમાર (ઉ.વ.20), બનેવી હેમુભાઈ કારાભાઈ પરમાર ઉ.વ. 21 અને ભાણેજ રાખી (ઉ.વ.5) રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવેલ હતા

જે બાદ સંજય તેમની બહેન, બનેવી અને ભાણેજને બાંટવા પરત મૂકવા જઈ રહેલ હતો ત્યારે પાટણવાવ રોડ પર ભાદરના પુલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ છકડાએ મોટરસાયકલને અડફેડે લેતા પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જે બાદ રિક્ષા ચાલક દ્વારા મોટરસાયકલ સવાર સાથે રિક્ષા ચાલકે ઝગડો કર્યો હોવાનું પરિવારો દ્વારા જણાવાયું છે. 

આ અકસ્માત બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો ત્યારે 108 મારફત ઇજાગ્રસ્ત થયેલ બાળકીના મામા સંજય અને બાળકીની માતા મનીષાબેનને પણ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Read About Weather here

જે બાદ બાળકીના મામાને વધુ સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને આ સમગ્ર બાબતે ઉપલેટા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ રક્ષાબંધનના પાવન પર્વના દિવસે રાખડી બાંધી પરત જતી વેળાએ થયેલ અકસ્માતમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here