પાકિસ્તાન થી અફઘાનિસ્તાન જતી ફલાઈટ્સ રદ ?

પાકિસ્તાન થી અફઘાનિસ્તાન જતી ફલાઈટ્સ રદ ?
પાકિસ્તાન થી અફઘાનિસ્તાન જતી ફલાઈટ્સ રદ ?
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર અને PIA બંનેને સતત ફરિયાદ મળી રહી હતી કે તાલિબાનના સત્તાધીશો PIAના ફ્લાઈટ ઓપરેશનમાં તમામ પ્રકારના રોડા નાખી રહ્યાં છે

Visit Saurashtra Kranti Homepage here

અને લગભગ તેઓ નથી ઈચ્છતા કે પાકિસ્તાનની કોઈ ફ્લાઈટ કાબુલ કે અફઘાનિસ્તાનની જમીન પર લેન્ડ થાય. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે.

પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)એ અફઘાનિસ્તાન જતી તમામ ફ્લાઈટ્સ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે તેની શરૂઆત પણ થઈ ગઈ છે.

રિપોર્ટ મુજબ તાલિબાને પાકિસ્તાનને કહ્યું હતું કે તેઓએ ફ્લાઈટ્સની ટિકિટના ભાવ ઘટાડવા પડશે. તાલિબાનનો આરોપ છે કે મુશ્કેલીના સમયમાં PIA ફાયદો ઉઠાવી રહી છે, ઓગસ્ટ પછી ટિકિટ ઘણી જ મોંઘી કરી દીધી છે. જો કે પાકિસ્તાન ટિકિટના ભાવ ઘટાડવા તૈયાર ન હતા.

થોડાં દિવસ પહેલા જ તાલિબાન સરકારના પ્રવક્તાએ PIA અને અફઘાન એરલાઇન્સને કહ્યું હતું કે તેઓ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. ઓગસ્ટ પછી ટિકિટના ભાવ ત્રણ ગણાં વધારી દીધા છે.

અફઘાનના સામાન્ય લોકો આ ટિકિટ નથી ખરીદી શકતા. તાલિબાને કહ્યું હતું કે- જો ટિકિટ સસ્તી નહીં કરવામાં આવે તો ફ્લાઈટ્સ બંધ કરી દેવાશે. કાબુલમાં હાલ પાકિસ્તાનની PIAની ફ્લાઈટ્સ જ રેગ્યુલર બેસીઝ પર આવન જાવન કરતી હતી.

પાકિસ્તાનના ‘આજ ટીવી’ મુજબ PIAએ કાબુલથી ઈસ્લામાબાદની ટિકિટની પ્રાઈઝ લગભગ 4 લાખ પાકિસ્તાની રૂપિયા કરી દીધી છે. ખાસ વાત એ છે કે ઓગસ્ટમાં આ ટિકિટ માત્ર 20 હજાર 500 રૂપિયામાં મળતી હતી.

સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે કે માત્ર 2 મહિનામાં જ ટિકિટના ભાવ અનેક ગણાં વધારી દેવાયા છે અને તેનો સીધો જ ફાયદો પાકિસ્તાનની ઈમરાન સરકાર ઉઠાવી રહી છે. તાલિબાન તેઓની આ હરકતથી નારાજ છે.

‘ઝિયો ન્યૂઝ’ મુજબ અફઘાનિસ્તાન અને ખાસ કરીને કાબુલ એરપોર્ટમાં પાકિસ્તાન એરલાઇન્સના કર્મચારીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે.

તાબિલાનના ત્યાં હાજર અધિકારીઓ ફ્લાઈટ ઓપરેશનમાં દરમિયાનગીરી કરે છે. આ કારણ જ છે કે ફ્લાઈટ ઓપરેશન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તાલિબાન સત્તાધીશોનું વલણ એટલું કડક હતું કે તેઓએ પેસેન્જર્સને એક ટોલ ફ્રી નંબર આપીને કહ્યું હતું કે જો ટિકિટની કિંમત વધુ વસૂલવામાં આવે તો સરકારનો સંપર્ક કરો.

Read About Weather here

15 ઓગસ્ટે કાબુલ પર તાલિબાનીઓના કબજા બાદ લગભગ એક લાખ લોકો મોંઘી ટિકિટ ખરીદીને દેશ છોડીને બહાર ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here