પરેડમાં ડ્રોન પડ્યું…!

પરેડમાં ડ્રોન પડ્યું…!
પરેડમાં ડ્રોન પડ્યું…!
ડ્રોનના પાંખાથી બે વ્યક્તિના માથામાં ઈજા પહોંચી હતી. બન્નેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમારંભમાં ભારે અફરા તફરી સર્જાઈ હતી. આશરે અડધા કલાક બાદ કાર્યક્રમ ફરી શરૂ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જબલપુરના રાઈટ ટાઉન સ્ટેડિયમમાં યોજાયેલા ગણતંત્ર દિવસના મુખ્ય સમારોહ સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. ઝાંખી નિકળવાના સમયે કૃષિ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર ડ્રોન આવી પડ્યું હતું. આ ઘટનામાં 18 વર્ષની યુવતી સહિત બે લોકો ઈજાગ્રાસ્ત થયા હતા.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.ગણતંત્ર દિવસ સમારંભમાં જે ઝાંખી કાઢવામાં આવી રહી હતી તેમાં જવાહર લાલ નેહરું કૃષિ યુનિવર્સિટીના કીટનાશકનો છંટકાવ કરતા ડ્રોનને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સવારે 10.25 વાગે લગભગ દેનાનના એક રાઉન્ડ પૂરું કર્યાં બાદ આ ઝાંખી બીજો બીજો રાઉન્ડ લગાવી રહી હતી.

તે સમયે પાછળથી ચોથી ઝાંખી પર ડ્રોન આવીને પડ્યું હતું.આ ઝાંખીમાં આદિવાસી યુવક અને યુવતીઓ પરંપરાગત નૃત્ય કરી રહ્યા હતા. આ ડ્રોનને લીધે શહપુર ડિંડોરીના હિંદૂ કુંજામ (38) અને તેની ભત્રીજી ગંગોત્રી ઉર્ફે મનીષા કુંજામ (18) ઈજાગ્રસ્ત થઈ હતી.

બન્નેને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સમારંભમાં અફરા તફરી સર્જાઈ હતી. પોલીસના જવાનોએ તાત્કાલિક ડ્રોનને ત્યાંથી હટાવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્તોના માથાના ભાગનો સીટી સ્કેન કરવામાં આવ્યો છે.

Read About Weather here

જોકે બન્ને વાતચીત કરતા હતા. હકીકતમાં તેમને ડ્રોનના પંખાથી ઈજા પહોંચી હતી. ટેકનિકલ કારણોથી આ ઘટના બની હતી.ડ્રોનના એક પંખામાં એક પક્ષી ફસાઈ ગયું હતું. જેને પગલે ડ્રોનનો એક પંખો જામ થઈ ગયો હતો. આ કારણથી ડ્રોન પડ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here